એક માસ જૂનો શંકાસ્પદ મર્ડર તથા લૂંટ નો ગુનાના આરોપી ને શોધી કાઢતી
જામકંડોરણા પોલીસ
જામકંડોરણા ના દડવી ગામના ના પાદરમાં આવેલી અવાવરૂ ખાલી કુવામાંથી એક અજાણી
સ્ત્રીની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી
રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ફોરેન્સીક વિભાગમાં પી.એમ.માં લઇ ગયેલ તે દરમ્યાન અજાણી સ્ત્રીની ઓળખ થઈ હતી
મોબાઇલ ફોનના IMEI નંબર તથા તેમના સીમકાર્ડના સી.ડી.આર. મંગાવવામાં આવેલ . જે ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડયા
આર્થીક ભીંસ ને કારણે દડવી ગામ ના રહેતા પતિ પત્નીએ મરણ જનાર ને ઘરે બોલાવીને ગળે ટૂંપો આપીને કાનની બુટ્ટી ૩૦,૦૦૦ની લૂંટ ચલાવી આ મર્ડર કરેલ તેવી કબુલાત આપી
અહેવાલ અતુલ લશ્કરી
