Gujarat

હિંમતનગર બસ સ્ટેશનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરતો શખ્સ ઝડપાયો

સાબરકાંઠા
ઈડરના જાદર ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોબાઇલ ફોનની ચોરી કરતો એક શખ્સ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો હોવાની અને ચોરી કરેલ મોબાઇલ દુકાનમાં વેચવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે જિલ્લા લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે ઇન્ચાર્જ પીઆઈ એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ ચાલી રહ્યી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ઇસમ ફોનની ચોરી કરી હિંમતનગર ટાવર પાસે વેચવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે તપાસ કરતા ચોરી કરેલા મોબાઇલ સાથે માનસિંહ રમેશભાઇ ચૌહાણ હોવાનું માલુમ પડયું હતું અને તેની પાસેથી ચોરી કરેલો મોબાઇલ જે બે મહિના પહેલા જાદરના મેળામાંથી એક ભાઇના ખીસ્સામાંથી ચોરી કર્યો હોવાનું જણાવ્યું હતું. ચોરી કરેલા મોબાઇલ સાથે માનસિંહ રમેશભાઇ ચૌહાણની પોલીસે ધરપકડ કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી જાદર પોલીસને સોપી દેવાયો

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *