Gujarat

૧૫ લાખના ડ્રગ્સ સાથે ૧ ઈસ્મને પકડી પાડતી વડોદરા પોલીસ

વડોદરા
વડોદરા પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદી હેઠળ ‘મિશન ક્લિન વડોદરા’ ચલાવવામાં આવી રહ્યું છે. જે હેઠળ એમ.એસ.જીના એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઇને બાતમી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં શાંતિકુંજ સોસાયટીમાં ગોકુલ શાહ નામનો શખ્સ ડ્રગ્સનું વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડતા ગૌરાંગ ઉર્ફે ગોકુલ મનહર શાહને ઝડપી લઇ તેના ઘર એ-૪૩, શાંતિકુંજ સોસાયટી ભાગ-૧, સવાદ ક્વાટર્સ પાસે, હરણી રોડ પર સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલ શાહના ઘરમાંથી ૧૫૧ ગ્રામ ૪૪૦ મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત ૧૫ લાખ ૧૪ હજાર ૪૦૦ આંકવામાં આવી છે. આ મામલે ગોકુલ શાહની ધરપકડ કરી વારસિયા પોલીસ સ્ટેશનમાં તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ એસ.ઓ.જી દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગોકુલ શાહ મુંબઇની ડ્રગ્સ સપ્લાયર વર્ષા નામની મહિલા પાસેથી જથ્થો લાવતો હતો. ગોકુલ શાહે કબુલ્યું છે કે તે છેલ્લા દોઢ વર્ષથી મુંબઇની ડ્રગ્સ સપ્લાયર વર્ષા પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને નાની-નાની પડીકીઓ બનાવી નશો કરતા લોકોને વેચાણ કરી કમાણી કરતો હતો. ઉલ્લેખની છે કે ગૌરાંગ ઉર્ફે ગોકુલ શાહ સામે અગાઉ જુગાર અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ હરણી રોડની શાંતિકુંજ સોસાયટીમાંથી એેસ.ઓ.જી. દ્વારા ૧૫ લાખની કિંમતનું મેફેડ્રોન ડ્‌ર્સ જપ્ત કરી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *