Gujarat

માનસિક ત્રાસથી કંટાળી અભયમની મદદ માંગી

વડોદરા શહેરમાં એક મહિલાએ પોતાના પતિ દ્વારા નોકરી પર આવી ધમકીઓ અને ગેરવર્તનનો ભોગ બનતા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી હતી. પરિણીત મહિલા પતિના ત્રાસથી કંટાળી છૂટાછેડા લેવા માંગતી હતી, જ્યારે પતિ તેને છોડવા માંગતો ન હતો. આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહિલાની છૂટાછેડા લેવા અરજી આ મહિલાએ લવ મેરેજ બાદ માત્ર બે વર્ષમાં જ પતિના અતિશય માનસિક ત્રાસ, વ્યસન અને અપશબ્દોના કારણે મહિલા છૂટાછેડા માટે અરજી કરી ચૂકી હતી.

તેમણે જણાવ્યું હતું કે પતિ તેમની નોકરીના સ્થળે આવીને તારા વગર જીવી નહીં શકું, મરી જઈશ, તું જ્યાં જશે ત્યાં હું તારી પાછળ આવીશ જેવી ધમકીઓ આપતો હતો. પતિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની અરજી અભયમ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાને કાઉન્સિલિંગ આપ્યું હતું. જોકે પતિ સમજવા તૈયાર ન હોવાથી ટીમે મહિલાને નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈ પતિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી માટે અરજી કરાવી હતી.