Gujarat

૨૩.૮૪ લાખના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીને પકડી પાડતી એસઓજી અમદાવાદ

અમદાવાદ
ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક ડ્રગ્સ ઝડપાય છે ત્યારે અમદાવાદ એસઓજીએ થોડા દિવસ ૨૩.૮૪ લાખના ૨૩૮.૪૦૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૨ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીની ધરપકડ કરીને તપાસ કરતા રાજસ્થાનના અન્ય આરોપીનું નામ સામે આવ્યું હતું. જેને લઈને એસઓજીએ એમડી ડ્રગ્સના કેસમાં વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર નામના ૨ આરોપીની ૨૩.૮૪ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ડુંગરપુર ખાતે રહેતા લોકેશ હુકા પાટીદાર નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા. જેથી રાજસ્થાનથી લોકેશ નામના વધુ આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, લાલ ચૌધરી જે બાડમેર રાજસ્થાનનો રહેવાસી છે. તેને ડ્રગ્સ આપ્યું હતું, જેથી એસઓજીએ તે દિશામાં તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *