Gujarat

૮ લાખના ઘઉં,ચોખાનો જથ્થો પાલીતાણા જીઆઈડીસીમાં સીઝ કરાયો

ભાવનગર
તારીખ ૧૮ જૂનના રોજ પાલીતાણા મામલતદારને જીઆઈડીસી ખાતે આવેલા ડાયમંડ માર્બલ નામના એકમના ગોડાઉનમાં સરકારી અનાજનો માતબર જથ્થો પડયો હોવાની બાતમી મળતા ત્વરીત ટીમ સાથે પહોંચી જઇ તપાસણી હાથ ધરી હતી. ત્યારે ગોડાઉનના મહંમદભાઇ-અબ્બાસભાઇની પુછપરછ કરતા આ ઘઉં-ચોખાના જથ્થાનો સ્ટોક રજીસ્ટરમાં કોઇ ઉલ્લેખ જાેવા મળ્યો નહોતો અને વિશેષ કોઇ આધાર-પુરાવાઓ રજૂ કરી કરી શક્યો ન હતો. જેથી ૧૭ હજાર કિલો ઘઉં-ચોખા સહિત એક વાહન સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરીને જિલ્લા પુરવઠા અધિકારીને કાગળો મોકલી આપ્યા હતા. હવે જાેવાનું રહે છે કે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટના આધારે શું કાર્યવાહી કરે છે. પાલીતાણા શહેરમાં સરકારી અનાજની ખરીદી કરી સંગ્રહ કરી કાળાબજાર કરતા વેપારીઓ, ફેરીયાઓનો રાફડો ફાટયો છે. ત્યારે આ મસમોટો જથ્થો સીઝ થાય ત્યારે કાયદાનો કોરડો વિંઝાયો ગણવો રહ્યો. પાલીતાણા મામલતદારને રૂબરૂ પુછતા જણાવેલું કે, અમે સમયાંતરે તપાસ કરીએ છીએ અને ધોરણસરના પગલાઓ ભરીએ છીએ. ત્યારે આ મસમોટા જથ્થાની વિગતો પ્રાપ્ત થતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રૂ. ૮ લાખ વાહન સાથેના મુદ્દામાલને સીઝ કર્યો છે. આ મસમોટો જથ્થો સીઝ થતા આવા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.પાલીતાણા જીઆઈડીસીમાં ડાયમંડ માર્બલ નામના એકમના ગોડાઉનમાંથી પાલિતાણા મામલતદારને પૂર્વ બાતમીના આધારે અનાજનો આઠ લાખનો જથ્થો સીઝ કર્યો છે. મામલતદારને બાતમી મળતા પોતાના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઇ ૧૭ હજાર કિલો ઘઉં-ચોખાનો જથ્થો અને એક પાંચ લાખના વાહન સહિત કુલ આઠ લાખનો મુદ્દામાલ સીઝ કરિયો છે. શહેરમાં સરકારી અનાજનો કાળો કારોબાર કરી માતબર રકમ મેળવી લેતા કેટલાક વેપારીઓ સામે મામલતદારે કાયદાનો કોરડો વિંઝતા આવા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

Seizure-of-8-lakh-wheat-rice-quantity.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *