Maharashtra

આરોપી મનવિંદરસિંહ કેટરિનાના એક તરફી પ્રેમમાં પાગલ છે

મુંબઈ
કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે આ મામલે પહેલા અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જાે કે, મામલાની તપાસ કર્યા પછી મુંબઈ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી અને તેની ધરપકડ કરી લીધી છે. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આ પહેલા એક રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે જણાવ્યું કે, આ કેસ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. વિકી અને કેટરિનાને સોશિયલ મીડિયા દ્વારા કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ફરિયાદ પછી પોલીસે કેસ નોંધ્યો છે અને તેની તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. વિકી કૌશલની ફરિયાદ બાદ પોલીસે ધમકી આપનારને કસ્ટડીમાં લીધો છે. આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે. તે એક સ્ટ્રગલિંગ એક્ટર છે. તે છેલ્લાં ઘણાં મહિનાઓથી કેટરીનાને સો.મીડિયામાં સ્ટોક કરતો હતો. ત્યારબાદ તેણે કેટરીના તથા વિકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મનવિંદરે ‘કિંગ આદિત્ય રાજપૂત’થી સો.મીડિયા અકાઉન્ટ બનાવ્યું છે. સો.મીડિયા અકાઉન્ટના બાયોમાં મનવિંદરે કેટરીના કૈફ ગર્લફ્રેન્ડ તથા પત્ની હોવાનું કહ્યું છે. આટલું જ નહીં તેણે કેટરિનાની તસવીરોમાં છેડછાડ કરીને પોતાની તસવીર પણ મૂકી દીધી છે. તે કેટરીનાને એક તરફી પ્રેમ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મનવિંદર લખનઉનો છે. આરોપીએ એકતરફી પ્રેમમાં પાગલ છે. તેણે કેટરિનાના લગ્નના ફોટો એડિટ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોમાં તમે જાેઈ શકો છો કે કેટરિના પોતાના બ્રાઈડલ લહેંગામાં છે અને વિકી કૌશલના ચહેરાને એડિટ કરીને આરોપીએ પોતાનો ચહેરો લગાવી દીધો છે. કેપ્શનમાં કેટરિના કૈફની આઈડીને ટેગ કરીને એક્ટ્રેસ સાથે પોતાના લગ્ન થયા હોવાની વાત કહી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *