Maharashtra

આર્યન ખાનનો શો એમઝોન પ્રાઈમ વિડીયો પર આવશે

મુંબઈ
એક્ટિંગ નહીં દિગ્દર્શનથી કરી રહ્યો છે કરિયરની શરુઆત, શો છદ્બટ્ઠર્ડહ ઁિૈદ્બી ફૈઙ્ર્ઘી પર આવશે, બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્‌સ મોટા પડદા પર ધુમ મચાવવા માટે તૈયાર છે. તે સ્ટાર કિડ્‌સની યાદીમાં શાહરૂખ ખાન ના મોટા પુત્ર આર્યન ખાનના ડેબ્યુની પણ આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. જાેકે શાહરૂખ ખાને ઘણીવાર આર્યન ખાન વિશે કહ્યું છે કે તે અભિનયમાં નહીં, પરંતુ લેખન અને નિર્દેશનમાં કારકિર્દી બનાવવા માંગે છે. હવે સમાચાર આવ્યા છે કે આર્યન ખાને તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો માટે એક શો લખ્યો હતો, જેનું તે નિર્દેશન પણ કરવા માંગતો હતો. એવું લાગે છે કે આર્યન ખરેખર કેમેરાની પાછળ કામ કરવા માંગે છે સામે નહીં. આર્યનએ ર્ં્‌્‌ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો માટે એક શો આપ્યો છે જેના માટે તેણે દિગ્દર્શન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. હવે તે પ્રોજેક્ટની ડીલ સફળ રહી કે અસફળ, તે સામે આવ્યું નથી, જ્યારે થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે બોલિવૂડ ફિલ્મથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરશે. આર્યન હજુ સુધી ફિલ્મોમાં જાેવા મળ્યો નથી, પરંતુ વર્ષ ૨૦૨૧માં તેની સાથે સંબંધિત કેસ દેશમાં સૌથી વધુ ચર્ચિત કેસોમાંનો એક રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાનની સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પણ દ્ગઝ્રમ્એ ઝડપ્યો હતો. દ્ગઝ્રમ્એ આરોપ લગાવ્યો હતો કે, મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી થવાની હતી. જ્યારે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તે તે સમયના સૌથી મોટા સમાચાર બની ગયા હતા. ધરપકડ બાદ તેને મુંબઈની આર્થર રોડ જેલમાં ઘણા દિવસો સુધી રાખવામાં આવ્યો હતો. બાદમાં બોમ્બે હાઈકોર્ટે આર્યનને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. આર્યન ખાને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેની પાસે ફાઈન આર્ટ, સિનેમેટિક આર્ટ, ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં સ્નાતકની ડિગ્રી છે.

Aryan-Khan-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *