Maharashtra

એનસીએસસી કમિશને મુંબઈ પોલીસ કમિશનરને સમન્સ પાઠવ્યું

મુંબઈ
એનસીએસસી એ રાજ્ય સરકારને ભલામણ કરી છે કે જ્યાં સુધી પંચ પાસે તપાસ બાકી ન હોય ત્યાં સુધી આ મામલે કોઈ અંતિમ ર્નિણય ન લેવામાં આવે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન કેસના સંબંધમાં ચર્ચામાં છે, થોડો દિવસો અગાઉ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે તેમનું જાતિ પ્રમાણપત્ર નકલી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હાલ દ્ગઝ્રજીઝ્ર સમીર વાનખેડે પર લગાવેલા આરોપની હાલ તપાસ કરી રહી છે. વાનખેડેએ આ મામલે કમિશનને પત્ર લખ્યો હતો, જેમાં મંત્રી નવાબ મલિક દ્વારા કરવામાં આવેલા “ખુલાસા” બાદ તેના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે વાનખેડે મુસ્લિમ હતા અને તેમણે અનુસૂચિત જાતિમાંથી હોવાનો દાવો કરીને ૈંઇજીમાં નોકરી મેળવી હતી. ઉપરાંત મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેના પિતાનું નામ દાઉદ હતું જ્ઞાનદેવનહીં. જાેકે, વાનખેડેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.પોલીસ કમિશ્નરને લેખિત સમન્સ પાઠવીને દ્ગઝ્રજીઝ્ર ના નિયામકએ જણાવ્યું હતુ કે, “ચેરમેન વિજય સાંપલાએ ૩૧મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે લોકનાયક ભવન, નવી દિલ્હી ખાતેની તેમની ચેમ્બરમાં મુંબઈ પોલીસ કમિશ્નર સાથે મીટિંગનું આયોજન કર્યું છે. તેથી સુનાવણીની સુવિધા માટે, અપડેટેડ એક્શન રિપોર્ટ અને સંબંધિત ફાઇલો, કેસ ડાયરી સહિતના તમામ સંબંધિત દસ્તાવેજાે સાથે તેઓને રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગએ કમિશનના અધ્યક્ષ વિજય સાંપલાની આગેવાની હેઠળ ૩૧ જાન્યુઆરીએ ‘દ્ગઝ્રમ્ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કેસ’ના સંબંધમા મુંબઈ પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યો છે. આ સાથે સમન્સમાં તેમને વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહેવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *