મુંબઈ
કોમેડિયન કપિલ શર્મા હાલ પોતાના ટ્રાંસફોર્મેશનને લઇને છવાયેલો છે. આ દરમિયાન કપિલનો એક લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જાેકે કપિલ શર્માએ પોતાનો આ ફોટો પોતાના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલી આ તસવીરમાં કપિલ શર્મા એકદમ અલગ જ લુકમાં જાેવા મળી રહ્યા છે. તેનાથી વધુ કોમેડિયનની કેપ્શન પ્રશંસા મેળવી રહી છે. સામે આવેલા આ નવા ફોટામાં કપિલ હોટ પિંક કલરની ટી-શર્ટ પહેરેલો જાેવા મળી રહ્યો છે. સાથે જ તેમણે આંખો પર ચશ્મા પણ લગાવ્યા છે. ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીર સાથે તેમણે મજેદાર કેપ્શન પણ આપી છે. તેમણે લખ્યું, ‘મેં હમણાં ગૂગલ કર્યું છે. શું તમે વાંચી રહ્યા છો તમન્ના ભાટિયા. શું છોકરા પિંક પહેરી શકે છે? હાં, તમે સાચું વાંચ્યું. અસલી મર્દ પિંક પહેરે છે. પિંક છોકરાઓ માટે એક મૈસ્કુલિન અને કૂલ કલર છે. તેમણે આગળ લખ્યું છે કે ઇતિહાસમાં પિંક મહિલાઓ સાથે જાેડાયેલો રંગ ન હતો. ૧૮મી શતાબ્દીમાં પુરૂષો ગુલાબી સિલ્ક સૂટ પહેરવા માટે ઓળખાતા હતા, જેમાં ફ્લોરલ ડિઝાઇન હતી. પુરૂષો પિંક પહેરતા હતા અને તેનાથી તમારી મર્દાનગી ખતમ થતી નથી. પોતાની આ પોસ્ટ તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયાને પણ ટેગ કરી છે. કપિલનો આ ફોટો તેમના ફેન્સ અને ઇંડસ્ટ્રીમાંથી તેમના મિત્રોને ખૂબ ગમી રહ્યો છે. સાથે જ કોમેન્ટ કરી તમામ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક્ટર કરણવીર બોહરાએ લખ્યું, ‘ના પાજી તમે તમારા સુંદર લુક વડે બધાને ગૂગલી આપી દીધી.’ તો બીજી તરફ અર્ચના પૂરન સિંહે કોમેન્ટ કરી, તમે શોના અંતિમ એપિસોડમાં જે હોટ પિંક આઉટફિટ પહેર્યો હતો, તે મારો મનપસંદ કપિલ લુક છે. મેં ગિન્નીને મેસેજ પણ કર્યો હતો, કારણ કે તે તને સ્ટાઇલ કરી રહી છે. પોતાની સ્ટાલિસ્ટ બદલતા નહી પ્લીઝ.’ તો બીજી તરફ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે લખ્યું ‘શું વાત છે, હીરો લુક. અક્ષય કુમારને ફેલ કરી દીધા, કિલર લુક.’ આ ઉપરાંત ફેન્સ પણ કોમેન્ટ કરી કપિલના આ લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલ શર્મા જલદી જ પોતાના કોમેડી શોની સાથે વાપસી કરવાના છે. ધ કપિલ શર્માનો ચોથી સિઝન ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં ઘણા નવા ચહેરા જાેવા મળશે.


