Maharashtra

ખતરોં કે ખિલાડીમાં ભાગ લેનાર કનિકા માનનો ઈજાગ્રસ્ત ફોટો વાયરલ થયો

મુંબઈ
એડવેન્ચરથી ભરપૂર ખતરોં કે ખિલાડીની ૧૨ સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ શો ૨ જુલાઈથી ટીવી સ્ક્રીન ઓનએર થશે. આ શોને દર વખતની જેમ રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યો છે. આ વખતે શોમાં રૂબીના દિલેક, પ્રતીક સહજપાલ, સૃતિ ઝા, નિશાંત ભટ્ટ, મિસ્ટર ફેઝૂ, શિવાંગી જાેશી, જન્નત ઝુબેર, તુષાર કાલિયા, મોહિત મલિક, એરિકા પેકર્ડ, ચેતના પાંડે, કનિકા માન, અનેરી વજાની અને રાજીવ અદાતિયા જાેવા મળશે. ખતરોં કે ખિલાડીના ફેનપેજ પર ઘણી વખત શોના અપડેટ મળે છે. ફેનપેજના દાવા અનુસાર, પહેલા અઠવાડિયામાં એક્ટ્રેસ એરિકા પેકર્ડ ખતરોં કે ખિલાડી ૧૨ માંથી બહાર થઈ ગઈ છે. પહેલા અઠવાડિયામાં તુષાર કાલિયા, અનેરી વજાની, જન્નત ઝુબેર, એરિકા પેકર્ડને ફિયર ફંદો મળ્યો હતો. પરંતુ સારું પ્રદર્શન ન આપી શકવાને કારણે એરિકા પેકર્ડ શોમાંથી બહાર થઈ ગઈ છે. આ ઉપરાંત ખરતોં કે ખિલાડી ૧૨ માંથી જન્નત ઝુબેર પણ બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા. જાે કે, આ વાત માત્ર અફવા સાબિત થઈ છે.ખતરોં કે ખિલાડી શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ શોનું શૂટિંગ કેપટાઉનમાં શરૂ થઈ ગયું છે અને કન્ટેસ્ટેન્ટને ખતરનાક ટાસ્ક આપવાનું શરૂ થઈ ગયું છે. આ શોમાં ભાગ લેનાર કનિકા માનની તાજેતરમાં એક તસવીર સામે આવી છે, જેમાં તે ઇજાગ્રસ્ત જાેવા મળી રહી છે. હવે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં કન્ટેસ્ટેન્ટ્‌સ ખતરનાક સ્ટંટ કરી પોતાની જર્ની આગળ વધારી રહ્યા છે. આ સ્ટંટના કારણે એક એક્ટ્રેસનો હાથ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને હવે તે એક્ટ્રેસની તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ઇજાગ્રસ્ત કનિકા માનના નિશાન જાેયા બાદ લોકો તેને ખતરનાક ખેલાડી કહી રહ્યા છે. તે ઇજાના નિશાનને ગર્વ સાથે દેખાડી રહી છે.

Entertainment-Kanika-Mann-Khataro-ke-kheladi-12-Injurd.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *