Maharashtra

ગાયક આદિત્ય નારાયણને ત્યાં પુત્રીનો જન્મ થયો

મુંબઈ
ગાયક આદિત્ય નારાયણ અને શ્વેતા નારાયણના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. આદિત્ય નારાયણે પોતે આ સારા સમાચાર તેમના ચાહકો અને ફોલોવર્સ સાથે શેયર કર્યા છે. સિંગરે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી પોતાની અને તેની પત્નીની એક તસવીર શેયર કરી છે, જેમાં આદિત્યએ કેપ્શનમાં લખ્યું છે – ‘શ્વેતા અને મને તમને જણાવતા ખૂબ સારું લાગે છે. અમે અમારી ખુશી તમારી સાથે શેયર કરવા માંગીએ છીએ. ભગવાને અમને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પુત્રી આપી છે. આદિત્યએ પોતાના લગ્નની તસવીર સાથે ફેન્સ સાથે આ ખુશખબર શેયર કરી છે. તસવીરમાં આદિત્ય શ્વેતાના કપાળ પર સિંદૂર લગાવતો જાેવા મળે છે. આ ફોટો આદિત્ય અને શ્વેતાના ફેરા પછીનો છે. આ તસવીર જાેયા બાદ અને સમાચાર જાણ્યા બાદ ફેન્સ અને તમામ સેલેબ્સ કપલને અભિનંદન આપી રહ્યા છે.

Aditya-Narayan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *