Maharashtra

ટીવી એક્ટર રામ કપૂર પાછો જાડો થઈ ગયો

મુંબઈ
ટીવી એક્ટર રામ કપૂરે બે વર્ષ પહેલાં વજન ઉતારીને સ્લિમ એન્ડ ટ્રીમ થઇ ગયો હતો તેની તે તસવીરો ખુબજ ચર્ચામાં રહી હતી. રામ તેનાં ભારે વજનને કારણે હમેશાં ચર્ચામાં રહેતો. અને તેને જ્યારે તેની ફાંદ અને વધારાનું વજન ઉતારી દીધુ ત્યારે પણ તેની તસવીરો અને વીડિયો ચર્ચામાં આવ્યાં હતાં. ત્યારે રામ કપૂરનું વજન ૧૦૦થી વધુ હતું અને તેણે ૩૦ કિલો વજન ઉતાર્યું હતું અને હવે ફરી રામ કપૂર જેવો હતો તેવો થઇ ગયો છે. તે પાછો જાડો થઇ ગયો છે તેનું વજન વધી ગયું છે. જે તેની હાલમાં જ વાયરલ થયેલી તસવીરોથી જાેઇ શકાય છે. તે હાલમાં ફરીથી જેવો હતો તેવો થઇ ગયો છે. તેણે જે વજન ઉતાર્યું હતું તે ફરીથી વધી ગયું છે. આપને જણાવી દઇએ કે, રામ કપૂર સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખુબજ એક્ટિવ છે. રામ કપૂર તેનાં અને શાક્ષી તંવરનાં ટીવી શૉ ‘બડે અચ્છે લગતે હૈ’ થી ઘર ઘરમાં ફેમસ થઇ ગયો હતો. જ્યારે વર્ષ ૨૦૧૯માં રામે ૩૦ કિલો વજન ઉતાર્યું હતું ત્યારે તેણે આ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી જેમાં તે ઘણો જ યંગ અને એનર્જેટિક લાગે છે. આ તસવીરો શેર કરતાં જ રામ કપૂરનાં ટ્રાન્સફર્મેશને ઘણી ચર્ચા જગાવી હતી. તેણે કઇ રીતે આટલું બધુ વેઇટ લોસ કર્યું તે અંગે સવાલો થયા હતાં. જે બાદ તેણે જવાબો પણ આપ્યાં હતાં અને પોતાનાં ડાયટ પ્લાન અંગે વાત કરી હતી. રામ કપૂરે કહ્યું હતું કે, તે ૧૬ કલાક ભુખ્યા રહીને ‘ઇન્ટિમેટ ડાયટિંગ’ કરીને વજન ઉતાર્યું છે. જાેકે બે વર્ષ બાદ તે ફરીથી જેવો હતો તેવો થઇ ગયો છે. તેણે જે વજન ઉતાર્યુ હતું તે પાછુ વધી ગયુ છે. હાલમાં તે વિદ્યા બાલન સાથે છે તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે જેની તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ‘નિયત’ ફિલ્મની ડિરેક્ટર અનુ મેનન અને કો-સ્ટાર વિદ્યા બાલન સાથે રામ કપૂર

Entertainment-Ram-kapor-Film-niyat-Murdermistory-Film-Annnu-menan-Diractoration-Co-Star-Vidhya-Balan-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *