મુંબઈ
રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘બધાઈ દો ‘ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે ફિલ્મની ઓપનિંગ ઓછી હતી, પરંતુ હવે ફિલ્મની કમાણી વધી રહી છે. વીકેન્ડ પછી સોમવારે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો. વેલેન્ટાઈન ડેના દિવસે પણ ફિલ્મની કમાણી સારી રહી છે. સોમવારે ફિલ્મે ૧.૮૫ કરોડની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટિ્વટ કર્યું હતુ કે , વેલેન્ટાઈન ડેથી ‘બધાઈ દો’ ફિલ્મને ફાયદો થયો. પહેલા દિવસ કરતાં વધુ કમાણી કરી. ફિલ્મે ૩ દિવસમાં ૯.૬૭ કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર લેસ્બિયન અને રાજકુમાર રાવ ગેનો રોલમાં જાેવા મળે છે. ફિલ્મની કહાની સારી હતી, પરંતુ ફિલ્મની કમાણી અનુમાન મુજબ થઈ શકી નથી. આવનારા દિવસ ‘બધાઈ દો ‘આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ‘બધાઈ હો’ની સિક્વલ છે.


