Maharashtra

બી.આર.ચોપડાનો આલીશાન બંગલો ૧૮૩ કરોડમાં વેચાઈ ગયો

મુંબઈ
સતત ફ્લોપ ફિલ્મો આપવાના કારણે તેમનું પ્રોડક્શન હાઉસ ખોટમાં હતું. વર્ષ ૨૦૧૩માં તેના દિકરાએ બંગ્લાની સાફ સફાઈ કરાવી હતી. હવે આ બંગલો વેચાઈ ગયો છે. બી આર ચોપરાનો શો મહાભારત ખૂબ જ ફેમસ થયો હતો. વર્ષ ૨૦૦૮માં તેમનું નિધન થયું હતું. મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગ્લો જુહૂ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. દિગ્ગજ ફિલ્મ મેકર બીઆર ચોપરાનો બંગ્લો વેચાઈ ચુક્યો છે. સ્વર્ગસ્થ ફિલ્મ મેકરની વહૂએ પારિવારિક સહમતિથી આ બંગલો કરોડોમાં વેચ્યો છે. મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગ્લો જુહૂ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. બીઆર ચોપડાની સાથે સાથે તેમનો આ આલીશાન બંગલો હંમેશા સમાચારોમાં રહ્યો. પરંતુ હવે તે વેચાઈ ચુક્યો છે. મળતી માહિતી અનુસાર આ બંગલાને બીઆર ચોપડાની વહૂ અને રવિ ચોપડાની પત્ની રેનૂ ચોપડાએ એક રિયલ એસ્ટેટ ડેવલોપરને લગભગ ૧૮૩ કરોડમાં વેચ્યો છે. રિપોર્ટ્‌સનું માનીએ તો, આ બંગલાને કહેજા કોર્પે ખરીદ્યો છે. ડીલ થયા બાદ કંપનીએ ૧૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ઘર સી પ્રિન્સેસ હોટેલની સામે છે. જ્યાં બી. આર. ચોપરા તેમનો બિઝનેસ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *