Maharashtra

બ્લેક પેન્થર ૨નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું

મુંબઈ
માર્વેલ સ્ટૂડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મ બ્લેક પેન્થરનો બીજાે ભાગ એટલે કે, બ્લેક પેન્થર ૨ની બધા માર્વેલ ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે આજે બ્લેક પેન્થર ૨નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ સાથે જ બ્લેક પેન્થર – વકાંડા ફોરેવરની રિલીઝ થવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં આ ફિલ્મનો પ્રથમ ભાગ રિલીઝ થયો હતો. જેમાં દિવંગત અભિનેતા ચાડવિક બોસમેને લીડ રોડ કર્યો હતો. વર્ષ ૨૦૨૦માં કેન્સરના કારણે ચાડવિક બોસમેનું કેન્સરના કારણે નિધન થયું હતું. હાલમાં જ રિલીઝ થયેલા બ્લેક પેન્થર ૨ના ટ્રેલરમાં જાેઈ શકાય છે કે આ ફિલ્મમાં એક્શનનો ભરપુર ડોઝ હશે. ટ્રેલરમાં વકાંડાનો સરતાજ બનવાની કહાની વધારે બતાવાઈ છે. બ્લેક પેન્થર – વકાંડા ફોરેવરના આ ૨ મિનીટ ૧૧ સેકન્ડના શાનદાર ટ્રેલરમાં તમને ફિલ્મની સ્ટાર કાસ્ટ ટેનોચ હ્યૂર્ટા, માર્ટિન ફ્રીમેન, લૂપિતા ન્યોંગો, એંજેલા બેસેટ, લેટિટિયા રાઈટ અને વિંસ્ટન ડ્યૂક મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. જાે કે, ચાડવિકની કમી આ ટ્રેલરમાં જાેવા મળી છે. એટલું જ નહી બ્લેક પેન્થર ૧ને બેસ્ટ ફિચર ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી. બ્લેક પેન્થર ૨ના આ શાનદાર ટ્રેલરને જાેયા બાદ આ ફિલ્મ માટે ફેન્સનો ઉત્સાહ બેગણો થઈ ગયો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, બ્લેક પેન્થર – વકાંડા ફોરેવરને આ વર્ષ ૧૧ નવેમ્બરના દિવસે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ સાથે બ્લેક પેન્થર વકાંડા ફોરેવર હિન્દી, ઈંગ્લીશ, તમિલ, તેલૂગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *