મુંબઈ
રસિકાની શોર્ટ ફિલ્મ ચટનીને યુટ્યુબ પર ૧૩૨ મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. રસિકાની આ ફિલ્મને લઈને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. નેટફ્લિક્સની ઓરીજનલ ફિલ્મ દિલ્હી ક્રાઈમને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમાં દિલ્હીની દર્દનાક ગેંગ રેપની ઘટના બતાવવામાં આવી છે જે વર્ષ ૨૦૦૨માં બની હતી. આમાં રસિકાએ ૈંઁજી ટ્રેઇની નીતિ સિંહની ભૂમિકા ભજવી હતી. રસિકાએ અ સુટેબલ બોયમાં સવિતા કપૂરનું પાત્ર ભજવીને સુંદર પરફોર્મન્સ આપ્યું હતું.લોકપ્રિય સિરીઝ મિર્ઝાપુર અને મિર્ઝાપુર ૨ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સિરીઝમાં રસિકા દુગલે બીનાની ભૂમિકા ભજવી હતી. રસિકાએ પત્નીની ભૂમિકામાંથી લઈને બદલો લેનારનું પાત્ર ભજવ્યું હતું. બંને પાત્રો વિશે રસિકામાં જે પરિવર્તન આવ્યું તે જબરદસ્ત હતું. ધ સ્કૂલ બેગ એ માતા અને પુત્ર વચ્ચેના સુંદર સંબંધોને દર્શાવતી શોર્ટ ફિલ્મ હતી. રસિકાએ પોતાના જબરદસ્ત એક્ટિંગ અને લાગણીઓથી દર્શકોના દિલ જીતી લીધા.


