મુંબઈ
ગત સપ્તાહમાં બીએસઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૨,૦૪૧.૯૬ પોઈન્ટ અથવા ૩.૭૨ ટકાનો ઘટાડો થયો હતો. આ સમગ્ર સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી અને ભારતી એરટેલનું માર્કેટ કેપ નીચે આવ્યું છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક મહિન્દ્રા બેંકના માર્કેટ કેપમાં વધારો થયો છે. આ સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. ૧,૩૦,૬૨૭.૭ કરોડ ઘટીને રૂ. ૧૬,૪૨,૫૬૮.૯૮ કરોડ થયું છે. આ સિવાય એસબીઆઈના માર્કેટ કેપમાં રૂ. ૩૫,૦૭૩.૭૨ કરોડનો ઘટાડો થયો હતો.ઘટાડા પછી એસબીઆઈનું એમકેપ ઘટીને રૂ. ૩,૯૭,૧૮૯.૮૪ કરોડ થયું હતું. આઈસીઆઈસીઆઈ બેન્કનું માર્કેટકેપ રૂ. ૨૯,૨૭૯.૭૨ કરોડ ઘટીને રૂ. ૪,૭૦,૮૫૬.૮૦ કરોડ અને ઇન્ફોસિસનું માર્કેટકેપ રૂ. ૧૬,૮૬૯.૩૬ કરોડના નુકસાન સાથે રૂ. ૬,૩૨,૪૩૨.૯૨ કરોડ થયું હતું. એચડીએફસી બેન્કની બજાર સ્થિતિ રૂ. ૧૪,૪૨૭.૨૮ કરોડ ઘટીને રૂ. ૭,૧૬,૬૪૧.૧૩ કરોડ અને ભારતી એરટેલની રૂ. ૧૧,૫૩૩.૨૬ કરોડની ખોટ રૂ. ૩,૭૮,૬૨૦.૩૬ કરોડ થઈ હતી. ટીસીએસનું માર્કેટકેપ રૂ. ૭,૧૫૩.૪૫ કરોડ ઘટીને રૂ. ૧૨,૪૮,૯૯૮.૮૯ કરોડ અને એચડીએફસીનું માર્કેટકેપ રૂ. ૩,૪૦૮.૪૮ કરોડ ઘટીને રૂ. ૩,૮૬,૬૩૬.૫૮ કરોડ થયું હતું. આ વલણથી વિપરીત, હિન્દુસ્તાન યુનિલિવર ની બજાર સ્થિતિ રૂ. ૧૦,૫૧૪.૪૨ કરોડ વધીને રૂ. ૫,૧૫,૫૮૨.૫૬ કરોડ થઈ છે. આ સિવાય કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. ૧,૨૩૧.૩૩ કરોડ વધીને રૂ. ૩,૫૩,૨૦૦.૩૩ કરોડ થયું હતું. જાે ટોપ-૧૦ કંપનીઓની યાદીની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ ક્રમે છે. તે પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એચડીએફસી, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રા બેંક આવે છે.શેરબજારમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં, એપીપીઆઈની વેચવાલીને કારણે બજાર લાલ નિશાનમાં રહ્યું હતું. આ દરમિયાન સેન્સેક્સની ટોપ-૮ કંપનીઓના માર્કેટ કેપમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂ. ૨,૪૮,૩૭૨.૯૭ કરોડનો ઘટાડો થયો હતો. આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (રિલાયન્સ ઈન્ડ)ને સૌથી વધારે નુકસાન થયું હતું.
