Maharashtra

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં ચાલુ રહેલી નરમાઈની આગેકૂચ

કોટનમાં ગાંસડીદીઠ રૂ.370 વધ્યાઃ મેન્થા તેલમાં સુધારોઃ રબરમાં ઘટાડોઃ બુલડેક્સ વાયદામાં 69 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 1050 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,942 સોદાઓમાં કુલ રૂ.23,236.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 69 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 1050 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 60,880 સોદાઓમાં કુલ રૂ.3,835.60 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,346ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,519 અને નીચામાં રૂ.51,259 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.157 ઘટી રૂ.51,407ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.126 ઘટી રૂ.41,157 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.5,104ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,400ના ભાવે ખૂલી, રૂ.170 ઘટી રૂ.51,352ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,144ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,144 અને નીચામાં રૂ.67,620 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 496 ઘટી રૂ.67,829 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 457 ઘટી રૂ.68,010 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.455 ઘટી રૂ.68,011 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,543 સોદાઓમાં રૂ.1,351.48 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.268.70 અને જસત માર્ચ વાયદો રૂ.3.75 વધી રૂ.318ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.9.75 વધી રૂ.799.85 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.5.9 ઘટી રૂ.2,850.50 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.183ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 53,422 સોદાઓમાં કુલ રૂ.4,261.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,570 અને નીચામાં રૂ.7,225 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.73 ઘટી રૂ.7,308 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.30 વધી રૂ.356.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,002 સોદાઓમાં રૂ.156.88 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,090ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,360 અને નીચામાં રૂ.37,820 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.370 વધી રૂ.38,330ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,869ના ભાવે ખૂલી, રૂ.462 ઘટી રૂ.16826 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.1033.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,772 સોદાઓમાં રૂ.2,157.71 કરોડનાં 4,194.000 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 46,108 સોદાઓમાં કુલ રૂ.1,677.89 કરોડનાં 246.744 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 35,491 સોદાઓમાં રૂ.3,179.93 કરોડનાં 43,00,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,931 સોદાઓમાં રૂ.1,082 કરોડનાં 30230000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 922 સોદાઓમાં રૂ.153.85 કરોડનાં 40100 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 71 સોદાઓમાં રૂ.2.84 કરોડનાં 27 ટન, રબરના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.19 કરોડનાં 11 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 23,738.000 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 341.654 ટન, ક્રૂડ તેલમાં 627900 બેરલ અને નેચરલ ગેસમાં 9313750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 194050 ગાંસડી, મેન્થા તેલમાં 367 ટન, રબરમાં 52 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 534 સોદાઓમાં રૂ.42.53 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 520 સોદાઓમાં રૂ.40.67 કરોડનાં 538 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 13 સોદાઓમાં રૂ.1.58 કરોડનાં 14 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ..28 કરોડનાં 3 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 789 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 244 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 43 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 7,430ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,430 અને નીચામાં 7,430ના સ્તરને સ્પર્શી, 5 પોઈન્ટ ઘટી 7,430ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,127ના સ્તરે ખૂલી, 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 74 પોઈન્ટ ઘટી 15,119ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 23,150ના સ્તરે ખૂલી, 1050 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 153 પોઈન્ટ વધી 22739 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 132561 સોદાઓમાં રૂ.13,588.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,117.92 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.18.28 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,913.07 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.538.89 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 231.74 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.156.90 ખૂલી, ઊપરમાં રૂ.231 અને નીચામાં રૂ.95.20 રહી, અંતે રૂ.46.20 ઘટી રૂ.115.40 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.76 ખૂલી, ઊપરમાં રૂ.80 અને નીચામાં રૂ.62 રહી, અંતે રૂ.18 ઘટી રૂ.70.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.50 ખૂલી, ઊપરમાં રૂ.15.30 અને નીચામાં રૂ.10.90 રહી, અંતે રૂ.2.90 વધી રૂ.13.15 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.54 ખૂલી, ઊપરમાં રૂ.103 અને નીચામાં રૂ.36.50 રહી, અંતે રૂ.2.20 વધી રૂ.78.80 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.145 ખૂલી, ઊપરમાં રૂ.145 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.119.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.12.95 અને નીચામાં રૂ.9.60 રહી, અંતે રૂ.2.45 ઘટી રૂ.11.45 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *