Maharashtra

સોશિયલ મીડિયામાં જેકલીન ફર્નાન્ડીઝ ડાયમંડ રિંગ્સને લઈને થઈ ટ્રોલ

મુંબઈ
થોડા સમય પહેલા જેકલીન ફનાર્ન્ડિઝ તેના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ હતી. મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન સિવાય અભિનેત્રી નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું હતું. અભિનેત્રી જેકલીન સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડીનો શિકાર બની હતી, તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જેકલીન બ્લેક ફ્લફી ફ્રિલ ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. આ દરમિયાન લોકોને અભિનેત્રીના હાથની આંગળીઓમાં ચમકતી ડાયમંડ રિંગ્સ જાેવા મળી હતી, જેના વિશે એવું કહેવામાં આવે છે કે અભિનેત્રીએ પોતાની આંગળીઓમાં ડાયમંડ રીંગ્સ પહેરી છે. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ યુઝર્સ અભિનેત્રીને ટ્રોલ કરતા જાેવા મળ્યા હતા. તે સમયે એવા અહેવાલો હતા કે સુકેશ ચંદ્રશેખરે જેકલીનને ઘણી મોંઘી વસ્તુઓ ભેટમાં આપી હતી જેમ કે બે જાેડી ઇયરિંગ્સ, ૨ બ્રેસલેટ, ૩ બ્રાન્ડેડ બેગ અને ગુચી આઉટફિટ વગેરે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમને અભિનેત્રીની આ વીંટી વિશે જણાવતા જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે, જેકલીન જયંતિલાલ ગડાના જન્મદિવસની પાર્ટી સેલિબ્રેશનમાં ગઈ હતી. અભિનેત્રી બ્લેક કલરના ડ્રેસ સાથે હાથમાં ચમકતી વીંટી પહેરેલી જાેવા મળી હતી. આવી સ્થિતિમાં, જ્યારે લોકોએ જેકલીનનો આ અવતાર જાેયો, ત્યારે બધાની નજર અભિનેત્રીની આંગળીઓ પર ગઈ. જેકલીનની ચમકતી ડાયમંડ રિંગ અને બ્રેસલેટ જાેઈને લોકો કમેન્ટ કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે, લોકો સુકેશ ચંદ્રશેખરનું જેકલીન સાથે નામ જાેડવા લાગ્યા. આ દરમિયાન એક યુઝરે કમેન્ટ કરી અને કહ્યું મોંઘી ગિફ્ટ્‌સ, મોંઘા શોખપ. જ્યારે બીજા યુઝરે કહ્યું તમે સારા દેખાઈ રહ્યા છો, પરંતુ કોનમેન સુકેશ ચંદ્રશેખર ક્યાં છે ? તો કોઈએ કહ્યું અભિનેત્રીનો હીરો લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તો આ દરમિયાન કોઈએ પૂછ્યું – ‘આ ડાયમંડ રિંગ ક્યાંથી આવીપ?

Jacqueline-Fernandez-Troll-on-social-media.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *