મુંબઈ
હરિવંશ રાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૦૭ના રોજ એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેઓ પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતા સરસ્વતી દેવીના તે સૌથી મોટા પુત્ર હતા. બાળપણમાં તેમને પ્રેમથી બચ્ચન કહેવામાં આવતા હતા. પાછળથી હરિવંશે પોતાના નામમાંથી શ્રીવાસ્તવને હટાવીને તેની જગ્યાએ બચ્ચન કરી નાખી અને અને તે જ નામથી મશહૂર થયા હતા. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે, જ્યારે તેમની ઉત્તમ કૃતિ મધુશાલા પ્રકાશિત થઈ હતી ત્યારે વાચકોએ અનુમાન લગાવ્યું હતું કે તેના લેખક દારૂના નશામાં હોવા જાેઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે હરિવંશરાય બચ્ચને તેમના જીવન દરમિયાન દારૂને અડ્યો પણ ના હતો. ૧૯૨૬માં હરિવંશ રાયના લગ્ન શ્યામા સાથે થયા હતા. ટીબીની લાંબી બિમારી બાદ ૧૯૩૬માં શ્યામાનું અવસાન થયું. ૧૯૪૧માં બચ્ચને તેજી સૂરી સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. હરિવંશ રાયે ૧૯૪૧ થી ૧૯૫૨ સુધી અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું. ૧૯૫૫ માં કેમ્બ્રિજથી પાછા ફર્યા પછી તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી નિષ્ણાત તરીકે નિયુક્ત થયા. ૧૯૬૬ માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત થયા. બચ્ચનને ૧૯૬૮માં ‘દો ચટાનેં’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સાહિત્યમાં તેમના યોગદાન માટે તેમને પ્રખ્યાત સરસ્વતી સન્માન, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી યશ ભારતી પુરસ્કાર, સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બચ્ચનને ૧૯૭૬માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ૯૫ વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.આજના સમયમાં હરિવંશ રાય બચ્ચનને લોકો અમિતાભ બચ્ચનના રૂપમાં જ ઓળખે છે. પરંતુ અમિતાભ બચ્ચનના જન્મ પહેલા હરિવંશરાય બચ્ચનનની ગણના હિન્દી સાહિત્યના લોકપ્રિય કવિમાં થતી હતી. હરિવંશ રાય બચ્ચનને ‘મધુશાલા’ માટે વારંવાર યાદ કરવામાં આવે છે. મધુશાલાનું પઠન મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા વારંવાર કરવામાં આવે છે.


