Maharashtra

અનુપમા સિરીયલમાં અનુપમાના જીવનમાં મોટો ટિવસ્ટ આવશે

મુંબઈ
અનુપમા અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દર સોમવારે, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના એટલે કે ટીવીના અનુજ અને અનુપમા તેમના ચાહકો માટે કેટલીક પોસ્ટ શેર કરે છે. બંનેએ ફેન્સની ડિમાન્ડ પર આ વીડિયો પણ શેર કર્યો છે. રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે, અનુપમા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘અનુજની અનુપમાપ અનુપમાના અનુજને સોરી કહી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ મોહસીન ખાને પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સિરિયલ અનુપમા આ દિવસોમાં જબરદસ્ત ટિ્‌વસ્ટ જાેવા મળી રહ્યો છે. અનુપમાએ પ્રતિજ્ઞા લીધી છે કે. તે અનુજ કાપડિયા સાથે લગ્ન કરીને જ રહેશે. તો બીજી તરફ પરિવારના સભ્યોથી લઈને પાડોશીઓ પણ તેને આ માટે ટોણા મારી રહ્યા છે. અનુપમાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે હવે તે આ બાબતોથી પરેશાન નથી અને હવેથી તે એ જ કામ કરશે જેમાં તેને આનંદ મળે. જાેવાનું એ રહે છે કે અનુપમાનો આ ર્નિણય કેટલા દિલને તોડે છે? વનરાજ શાહ અનુપમાના જીવનને બરબાદ કરવા માટે કોઈ મોટી યોજના પણ બનાવી રહ્યા છે.સ્ટાર પ્લસ ટીવી શો અનુપમા તેના ટિ્‌વસ્ટ માટે ખૂબ પ્રખ્યાત છે. સ્ટોરીમાં દરરોજ આવતા ટિ્‌વસ્ટ દર્શકોને આ શો સાથે જાેડી રાખે છે. અત્યાર સુધી દર્શકોએ જાેયું છે કે, અનુપમા પોતાના દિલની વાત કહીને અનુજ સાથે લગ્નની જાહેરાત કરે છે.જે પછી અનુપમા ખૂબ જ ખુશ છે કારણ કે તે એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છે. જાે કે અનુપમાને જીવનમાં કંઈ પણ એટલું સરળ નથી લાગતું, આ દર્શકો સારી રીતે જાણે છે. આવનારા એપિસોડમાં દર્શકો જાેશે કે અનુપમાની ખુશી જલ્દી જ જાેવા મળશે.

Anupama-Spoiler-Alert-Image-From-GoogleImages.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *