Maharashtra

અમિતાભ બચ્ચન કોરોનાથી રિકવર થઈ રહ્યા છે

મુંબઈ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે કોવિડ ૧૯નો સામનો કરી રહ્યા છે. અત્યારે બિગ બી ક્વોરન્ટાઈન છે. કોરોના સંક્રમિત હોવાના કારણે અમિતાભ બચ્ચનનો પ્રસિદ્ધ શો કોન બનેગા કરોડપતિનું શૂટિંગ અટકી ગયું છે. આ દરમિયાન ક્વોરન્ટાઈનને લઈને અમિતાભ બચ્ચનને પોતાની વાત રાખી છે. જેના આધાર પર બિગ બીએ જણાવ્યું કે, વર્તમાનમાં તેમની હાલત કેવી છે અને તેઓ આ ખાલી સમયનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાની ઝપેટમાં આવેલા અમિતાભ બચ્ચન ઘણા દિવસથી પરેશાન છે. તેનું કારણ એ છે કે તેમની સારવાર તેમના ઘરે કરવામાં આવી રહી છે. હાલમાં કેબીસીના સેટ પર રૂટિન ટેસ્ટ દરમિયાન અમિતાભ બચ્ચનનો કોવિડ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પછી અમિતાભ બચ્ચન હોમ આઈસોલેટ થઈ ગયા. આવી સ્થિતિમાં ઘરે ક્વોરન્ટાઈનમાં બિગ બીએ પોતાના બ્લોગ પર હેલ્થ અપડેટને લઈને મોટી વાત જણાવી છે. પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચનને જણાવ્યું કે, તેઓ કોરોનાથી ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે. આ ખાલી સમયમાં એકલા બધું કામ કરવાનો અનુભવ મળે છે. સાથે જ વ્યસ્ત શિડ્યુઅલમાં જે કામ ભૂલી જઈએ છે તેને કરવાની તક મળી છે. ડૉક્ટર્સની આપેલી દવા લઈ રહ્યો છું અને મારું ધ્યાન રાખી રહ્યો છું. પોતાની આ બ્લોગ પોસ્ટમાં અમિતાભ બચ્ચને આગળ લખતા જણાવ્યું કે, આ સમયે મારે બધા કામ જાતે કરવા પડે છે. મારા રૂમની સાફ-સફાઈ, કચરા પોતું વગેરે કામનો અનુભવ લઈ રહ્યો છું. સાથે એ પણ વિચારી રહ્યો છું કે આ કામ કરનાર વ્યક્તિ કેવી રીતે તેને કરતા હશે. તમારા બધાની શુભકામના માટે હું આભાર વ્યક્ત કરું છું.

Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *