Maharashtra

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘Doctor G’ ના ટ્રેલરે વધારી ઉત્સુકતા

મુંબઈ
આયુષ્માન ખુરાના હંમેશા આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો સાથે દર્શકોને એન્ટરટેઈન કરવા તૈયાર રહે છે. તેણે ફિલ્મ સિલેક્શન સાથે કરેલા મોટાભાગના અખતરા તેના માટે સફળતા લઈને આવ્યા છે. સામાજિક પ્રોબ્લેમને લોકોની સમક્ષ અનોખી રીતે રજૂ કરતી ફિલ્મો કરીને આયુષ્માન ખુરાના હંમેશા બાજી મારી જાય છે અને આ મામલે બોલિવૂડના યંગ જનરેશનના દરેક એક્ટર્સથી તેની સામે નબળા પૂરવાર થયા છે. આયુષ્માનની ૧૪ ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ડોક્ટર ય્’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર મુજબ, આયુષ્માનને એક મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે અને તેને ઓર્થોપેડિક ડોક્ટર બનવું છે પરંતુ તેને ગાયનેકોલોજી સીટ પર એડમિશન મળે છે. આયુષ્માન એ વિચારી રહ્યો છે કે, તે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટને અડીને તેમનો ઈલાજ કેવી રીતે કરી શકશે? આયુષ્માનની સાથે આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ છે અને રકુલને આયુષ્માનની સહઅધ્યાયી દર્શાવવામાં આવી છે. જ્યારે શેફાલી શાહ સિનિયર ડોક્ટર અને પ્રોફેસરનું પાત્ર ભજવી રહ્યા છે. કોઈ દિવસ ન વિચારેલા કોર્સમાં એડમિશન મળતા આયુષ્માન દ્વિધામાં પડ્યો છે અને અનેક કોમેડી સિચ્યુએશન અને ડાયલોગ્સના કારણે આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. ‘ડોક્ટર ય્’નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર આ ટ્રેલરના વખાણ થઈ રહ્યા છે અને ફેન્સ આ ફિલ્મને જાેવા ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની જેવા અનેક પીઢ અભિનેતાઓની ફ્રેન્ડશીપ અને ઈમોશનથી ભરેલી ફિલ્મ ‘ઊંચાઈ’ પણ ૧૪ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *