Maharashtra

રિતેશની ફિલ્મ ‘પ્લાન છ પ્લાન મ્’ આવી રહી છે ૩૦ સપ્ટેમ્બરે સીધી ઓટીટી પર

મુંબઈ
કોમેડી જાેનરની ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર એક્ટર રિતેશ દેશમુખ બોલિવૂડની સાથે મરાઠી સિનેમામાં પણ એક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે એક્ટિવ છે. લાંબા ગાળા બાદ, રિતેશની ફિલ્મ ‘પ્લાન છ પ્લાન મ્’ આવી રહી છે અને આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે સીધી ઓટીટી પર રિલીઝ થવાની છે અને તેને પ્રમોટ કરવા માટે તે ‘કપિલ શર્મા શો’ પર પહોંચ્યો હતો અને કપિલને મળીને તેણે તેની ફિટનેસના વખાણ કર્યા હતા અને કપિલ તેને ફિટ રહેવા માટે પ્રેરિત કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું. કપિલના વખાણ કરતા રિતેશે કહ્યું હતું કે, મેં ઈન્સ્ટાગ્રામ પર કપિલનો ફોટો જાેયો હતો અને જયારે મને ખબર પડી કે, મારે તેના શોમાં જવાનું છે ત્યારે મેં જીમમાં જવાનું નક્કી કર્યું અને અત્યારે હું સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરીને તેની ફિટનેસને મેચ કરવાની કોશિશ કરી રહ્યો છું. કપિલ જે રીતે તેની પર્સનાલિટીમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યો છે, તેના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. કપિલના શોમાં આવીને હંમેશા મજા આવે છે. જે રીતે એક લાંબો બ્રેક લીધા બાદ, કપિલ ફરી એકવાર તેની ટીમ સાથે ચમક્યો છે તે શાનદાર છે. રિતેશ દેશમુખની આ કોમેડી ફિલ્મમાં તમન્ના ભાટિયા, કુશા કપિલા અને પૂનમ ધિલ્લોન પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ વિશે રિતેશે કહ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ મજા આવી છે અને ફિલ્મ ખૂબ જ સારી બની છે. અમે સૌ ખુશ છીએ કે, નેટફ્લિક્સના માધ્યમથી આ ફિલ્મ ૧૯૦થી વધુ દેશમાં રિલીઝ થશે અને આ કોમેડી ફિલ્મનો કરોડો દર્શકો આનંદ લઈ શકશે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *