મુંબઈ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું છે. તેઓ ૪૬ વર્ષના હતા. આ દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ક્રિકેટ જગતના સ્ટાર્સ તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સની કાર અકસ્માતનો શિકાર બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સાયમન્ડ્સને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન એન્ડ્ર્યુ સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. ક્રિકેટની સાથે તેણે મનોરંજનની દુનિયામાં પણ હાથ અજમાવ્યો. સિમન્ડ્સ રિયાલિટી ટીવી શો બિગ બોસનો ભાગ હતો તેમજ તેણે વર્ષ ૨૦૧૧માં અક્ષય કુમાર, ઋષિ કપૂર અને અનુષ્કા શર્મા સાથે ફિલ્મ પટિયાલા હાઉસમાં પણ કામ કર્યું હતું. પટિયાલા હાઉસ ક્રિકેટ પર આધારિત ફિલ્મ હતી, જેમાં અક્ષય કુમારે મોન્ટી પાનેસરથી પ્રેરિત ફાસ્ટ બોલરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સાયમન્ડ્સ પોતાના પાત્રમાં દેખાયા હતા. એટલે કે તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાયમન્ડ્સની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના સિવાય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર શોન ટેટ પણ જાેવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું હતું. સાયમન્ડ્સે તેની કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે તે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. સાયમન્ડ્સ સાથે જાેડાયેલી એક રસપ્રદ વાત એ છે કે તે ટીવી શો ‘બિગ બોસ ૫’નો ભાગ હતો. આ દરમિયાન તેણે સની લિયોન સાથે મિત્રતા પણ કરી હતી. સાયમન્ડ્સ ટીવી શો ‘બિગ બોસ ૫’માં જાેવા મળ્યો હતો. સની લિયોન સાથેની મિત્રતાના કારણે તે ઘણો લોકપ્રિય બન્યો હતો. સાયમન્ડ્સ પોતાના પ્રદર્શનને કારણે ક્રિકેટના મેદાનમાં પ્રભુત્વ જમાવતા હતા. ક્રિકેટ સિવાય પણ તેનું નામ ઘણા વિવાદો સાથે જાેડાયેલું હતું. દારૂની લતના કારણે તે ઘણી વખત ચર્ચામાં આવ્યો હતો. એન્ડ્રૂ સાયમન્ડ્સના અવસાનથી તેના ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. ક્વીન્સલેન્ડ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના હરવે રેન્જમાં બની હતી. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર વધુ સ્પીડના કારણે રોડ પર પલટી ગઈ હતી. આ અકસ્માત એલિસ નદી પરના પુલ પાસે થયો હતો. સાયમન્ડ્સને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેને બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ સફળતા મળી ન હતી. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે ૪૬ વર્ષીય સાયમન્ડ્સના નિધન પર ટિ્વટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક છે. સાયમન્ડ્સના નિધન બાદ આઈસીસી, એડમ ગિલક્રિસ્ટ, જેસન ગિલેસ્પી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને શોએબ અખ્તરે ટિ્વટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. સાયમન્ડ્સ પહેલા ઓસ્ટ્રેલિયાના રોડ માર્શ અને શેન વોર્નનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું. સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે કુલ ૨૬ ટેસ્ટ, ૧૯૮ ઓડીઆઈ અને ૧૪ ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં ૪૦.૬૧ની એવરેજથી ૧૪૬૨ રન, વનડેમાં ૩૯.૪૪ની એવરેજથી ૫૦૮૮ રન અને ટી૨૦માં ૪૮.૧૪ની એવરેજથી ૩૩૭ રન બનાવ્યા છે. આ સિવાય સાયમન્ડ્સે ટેસ્ટમાં ૨૪ વિકેટ, વનડેમાં ૧૩૩ વિકેટ અને ટી૨૦માં આઠ વિકેટ ઝડપી હતી. તેણે ૨૦૦૩ અને ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાયમન્ડ્સે ૩૯ આઈપીએલ મેચોમાં પણ ભાગ લીધો હતો. આમાં તેના નામે ૩૬.૦૭ની એવરેજ અને ૧૨૯.૮૭ની સ્ટ્રાઈક રેટથી ૯૭૪ રન છે. આ સિવાય સાયમન્ડ્સે લીગમાં ૨૦ વિકેટ પણ લીધી હતી. સાયમન્ડ્સ આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યા હતા.
