Maharashtra

કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા-૨ બોક્સ ઓફિસ પર છવાઈ

મુંબઈ

૨૦૨૨માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘ભુલ ભૂલૈયા-૨’ બની ગઇ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પહેલાં દિવસે એટલે કે શુક્રવારના ૨૦ મેનાં રોજ રિલીઝ થયેલી આ હોરર કોમેડી ફિલ્મે ઓપનિંગ ડે પર ૧૪ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. તેની સાથે જ ‘ભુલ ભૂલૈયા-૨’ કાર્તિક આર્યનની કરિયરની બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે. એટલું જ નહીં દ્ભય્હ્લ-૨,ડૉક્ટર સ્ટ્રેન્જ-૨ અને ઇઇઇ પછી ભુલ ભૂલૈયા-૨ હિન્દી બેલ્ટમાં ૨૦૨૨ની ચોથી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. તેમજ ‘બચ્ચન પાંડે’ કરતાં પણ વધારે ઓપનિંગની સાથે ‘ભુલ ભૂલૈયા-૨’ બોલિવૂડની બેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, લગભગ ૭૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે ૧૪.૧૧ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તરણ આદર્શે ટિ્‌વટ કરીને આશા વ્યક્ત કરી છે કે ફિલ્મ ફર્સ્‌ટ વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ સારી કમાણી કરશે. ફિલ્મને વર્લ્‌ડ વાઇડ ૩,૮૨૯ સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે જેમાં ભારતમાં તેને ૩,૨૦૦ અને વિદેશોમાં ૬૨૯ સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ભુલ ભૂલૈયા-૨ કાર્તિક આર્યનનાં કરિયરની પહેલાં દિવસે સૌથી વધુ કમાણી કરી આપનારી ફિલ્મ પણ બની ગઇ છે. આ પહેલા ઓપનિંગ ડે પર કાર્તિકની ‘લવ આજ કલ’એ ૧૨.૪૦ કરોડ, ‘પતિ પત્ની ઔર વો’ એ ૯.૧૦ કરોડ, ‘લુકા છુપી’એ ૮.૦૧ કરોડ અને ‘પ્યાર કા પંચનામા-૨’એ ૬.૮૦ કરોડ, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ એ ૬.૪૨ કરોડ અને ‘પ્યાર કા પંચનામા-૧’એ ૯૨ લાખ રૂપિયાની કમાણી કરી હતી. ‘ભુલ ભૂલૈયા-૨’ ૨૦૨૨માં રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોમાં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને પછાડી દીધી છે. બચ્ચન પાંડેએ પહેલાં દિવસે ૧૩.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને આલિયા ભટ્ટની ગંગુબાઇ કાઠિયાવાડીએ ૧૦.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *