Maharashtra

કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,000 ગબડ્યોઃ સોના-ચાંદીમાં સામસામા રાહ

સપ્તાહ દરમિયાન ઓપ્શન્સનાં નોશનલ ટર્નઓવરમાં 47 ટકાનો ઉછાળોઃ ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજમાં 51 ટકાની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.123541 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.125314 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.511 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 જુલાઈના સપ્તાહ દરમિયાન 2,873,859 સોદાઓમાં કુલ રૂ.249,365.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સનાં નોશનલ ટર્નઓવરમાં ગત સપ્તાહની સરખામણીએ 47 ટકાનો ઉછાળો જોવા મળ્યો  હતો, જ્યારે ક્રૂડ તેલના ઓપ્શન્સનાં કામકાજમાં 51 ટકાની વૃદ્ધિ થઈ હતી.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.511.23 કરોડનાં 7,157 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,213ના સ્તરે ખૂલી, 85 પોઈન્ટ ઘટી 14,088ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.125,314.03 કરોડનું નોશનલ ટર્નઓવર સપ્તાહ દરમિયાન નોંધાયું હતું, જે ગત સપ્તાહનાં રૂ.85,167.30 કરોડના ટર્નઓવરની સરખામણીએ 47 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,322.67 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.778.23 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.99,236.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જે ગત  સપ્તાહનાં રૂ.65,383.68 કરોડની સરખામણીએ 51 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.18,969.25 કરોડનાં કામકાજ થયાં હતાં.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 983,277 સોદાઓમાં કુલ રૂ.57,548.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,300 અને નીચામાં રૂ.50,450ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.104 વધી રૂ.50,621ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.111 વધી રૂ.40,629 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.5,055ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,730ના ભાવે ખૂલી, રૂ.102 વધી રૂ.50,691ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.58,320ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,800 અને નીચામાં રૂ.56,100ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1948 ઘટી રૂ.56,939ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1871 ઘટી રૂ.57,416 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,863 ઘટી રૂ.57,432 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 153,102 સોદાઓમાં રૂ.23,612.73 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.2.65 વધી રૂ.211.45 અને જસત જુલાઈ વાયદો રૂ.7.10 ઘટી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.29.30 ઘટી રૂ.664.85 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.175ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 511,055 સોદાઓમાં કુલ રૂ.41,988.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,387ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,748 અને નીચામાં રૂ.7,535ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.192 ઘટી રૂ.8,195 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.44.50 વધી રૂ.492.20 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન 3,969 સોદાઓમાં રૂ.390.59 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,330ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.42,770 અને નીચામાં રૂ.40,310ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,000 ઘટી રૂ.41,730ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.70 વધી રૂ.1025.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.28,852.20 કરોડનાં 56,019.966 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.28,696.32 કરોડનાં 4,950.522 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.20,856.87 કરોડનાં 25,672,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.21,132 કરોડનાં 466152500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.322.12 કરોડનાં 78450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.68.47 કરોડનાં 669.24 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,175.406 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,062.179 ટન, ક્રૂડ તેલમાં 566600 બેરલ અને નેચરલ ગેસમાં 5821250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 47275 ગાંસડી, મેન્થા તેલમાં 584.64 ટનના સ્તરે રહ્યો હતો.

 

વાયદા કોન્ટ્રેક્ટ્સની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ  27-07-22 1 યુનિટ 14088 -85
ગોલ્ડ-ગિની  29-07-22 8 ગ્રામ 40629 111
ગોલ્ડ-પેટલ  29-07-22 1 ગ્રામ 5055 7
સોનું  05-08-22 10 ગ્રામ 50621 104
સોનું-મિની  05-08-22 10 ગ્રામ 50691 102
ચાંદી  05-09-22 1 કિલો 56939 -1948
ચાંદી-માઈક્રો  31-08-22 1 કિલો 57432 -1863
ચાંદી-મિની  31-08-22 1 કિલો 57416 -1871
એલ્યુમિનિયમ  29-07-22 1 કિલો 211.45 2.65
જસત  29-07-22 1 કિલો 280.3 -7.1
તાંબુ  29-07-22 1 કિલો 664.85 -29.3
સીસું  29-07-22 1 કિલો 175.05 1.05
ક્રૂડ તેલ  19-07-22 1 બેરલ 8195 -192
નેચરલ ગેસ  26-07-22 1 એમએમબીટીયૂ 492.2 44.5
કોટન  29-07-22 1 ગાંસડી 41730 -1000
મેન્થા તેલ  29-07-22 1 કિલો 1025.1 11.7

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  26-07-22 1 એમએમબીટીયૂ 492.20 447.70 44.50 9.94
નેચરલ ગેસ  26-08-22 1 એમએમબીટીયૂ 489.70 447.80 41.90 9.36
મેન્થા તેલ  30-09-22 1 કિલો 1063.30 1042.00 21.30 2.04
કોટન  31-10-22 1 ગાંસડી 34700.00 34140.00 560.00 1.64
એલ્યુમિનિયમ  29-07-22 1 કિલો 211.45 208.80 2.65 1.27
સીસું  30-08-22 1 કિલો 173.15 171.05 2.10 1.23
એલ્યુમિનિયમ  30-08-22 1 કિલો 212.35 209.85 2.50 1.19
મેન્થા તેલ  29-07-22 1 કિલો 1025.10 1013.40 11.70 1.15
મેન્થા તેલ  30-08-22 1 કિલો 1046.20 1036.40 9.80 0.95
સોનું  05-12-22 10 ગ્રામ 51400.00 51059.00 341.00 0.67

 

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  27-09-22 1 એમએમબીટીયૂ 453.70 506.70 -53.00 -10.46
ક્રૂડ તેલ  19-09-22 1 બેરલ 7525.00 8027.00 -502.00 -6.25
તાંબુ  30-08-22 1 કિલો 665.10 695.30 -30.20 -4.34
તાંબુ  29-07-22 1 કિલો 664.85 694.15 -29.30 -4.22
કોટન  30-12-22 1 ગાંસડી 32600.00 33900.00 -1300.00 -3.83

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *