Maharashtra

કોફી વિથ કરણની નવી સિઝનમાં શાહરૂખ ખાન જાેવા નહીં મળે

મુંબઈ
કરણ જાેહરના શો ‘કોફી વિથ કરણ’માં શાહરૂખ ખાન લગભગ દરેક સીઝનમાં જાેવા મળે છે. કરણ જાેહર અને શાહરૂખ ખાન મિત્રો છે અને કોફી વિથ કરણમાં એસઆરકે એક રૂટીન મહેમાન રહ્યાં છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે આ સીઝનમાં શાહરૂખ ખાન જાેવા મળશે નહીં. પરંતુ તે પાછળ શું કારણ છે? શું શાહરૂખ અને કરણના સંબંધમાં કોઈ ખટાસ આવી ગઈ છે? કરમ જાેહરે જણાવ્યું કે આ વખતે શાહરૂખ ખાન તો નહીં પરંતુ આમિર ખાન તેના ચેટ શોનો મહેમાન બનશે. શાહરૂખ ખાને આ વર્ષે કાઉચને સ્કિપ કરવાનો ર્નિણય કર્યો છે, કારણ કે તે આ સમયે કામમાં વ્યસ્ત છે અને હજુ મીડિયાને ફેસ કરવા ઈચ્છતા નથી. શાહરૂખ ખાન આ ફેઝને પઠાણ માટે બચાવી રાખવા ઈચ્છે છે. કરણ જાેહરે પોતાના મિત્રને સપોર્ટ કરતા કહ્યુ કે શાહરૂખ ખાનનો આ ર્નિણય બેસ્ટ છે કારણ કે એકવાર જ્યારે તેની ફિલ્મ રિલીઝ થશે તો પબ્લિક અને મીડિયા ઈવેન્ટ્‌સનું પૂર આવવાનું છે. કરણ જાેહરે કહ્યુ કે શાહરૂખ ખાને પોતાના ફેન્સને લાંબી રાહ જાેવડાવી છે અને જેટલો વેટ તેમણે કર્યો છે એટલો પ્રેમ શાહરૂખ પર લોકોનો વરસવાનો છે. નોંધનીય છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ દ્વારા મેકર્સ ટાઈગર અને પઠાણ યુનિવર્સને ક્લબ કરવા વિશે વિચારી રહ્યાં છે. લાંબા સમય બાદ એકવાર ફરી શાહરૂખ ખાન અને સલમાન ખાન એક સાથે હશે.એટલું જ નહીં શાહરૂખ ઘણી ફિલ્મોમાં કેમિયો રોલ પ્લે કરતો પણ જાેવા મળશે. બ્રહ્માસ્ત્ર અને લાલ સિંહ ચડ્‌ઢા જેવી ફિલ્મોમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે.

Page-44.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *