Maharashtra

ગુજરાતી ફોક સિંગર પ્રીતિ વારસાનીના પરફોર્મન્સના ટોમ ક્રૂઝે વખાણ કર્યા

મુંબઈ
રોયલ વિંડસર કૈસલમાં આ પરફોર્મન્સમાં પ્રીતિ અને તેનાં ગ્રુપે ગરબા પરફોર્મ કર્યા હતાં. ગુજરાતી કચ્છી ભાતીગળ ચણિયાચોળી પહેરેલી પ્રીતિ ઘણી જ સુંદર લાગતી હતી. તેનો લૂક જાેઇ સૌ કોઇ વખાણ કરી રહ્યાં હતાં. પ્રીતિની સાથે સાથે તેનાં આખા ગ્રુપે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિાયન પ્રીતિ ટોમ ક્રૂઝને પણ મળી. અને ખુદ હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રઝે તેનાં વખાણ કરતાં તેને કહ્યું કે, ‘આપનું પરફોર્મન્સ ખુબજ શાનદાર હતું. અને તમારા કપડાં એકદમ વાયબ્રન્ટ છે લંડન પેલેસ પરિસર વિંડસર કેસલમાં ક્વિન એલિઝાબેથની હાજરીમાં પ્રીતિ વારસાનીએ તેનાં ૫૦ ડાન્સરની સાથે ‘ઢોલિડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે..’ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું આ જશ્નમાં ડેનબરી બ્રિઝર્ટનનો રોલ અદા કરનારી એક્ટ્રેસ એડજૉ અનદોહ અને એલન ટીચમારશ પણ શામેલ હતાં. જેમણે પ્રીતિનાં ગુજરાતી કોસ્ટચ્યૂમની સાથે સાથે પાઘડી અંગે પણ ઘણાં સવાલો કર્યા હતાં.બ્રિટનમાં ૫૦૦૦ લોકોની ભારે ભીડને ઉત્સાહપૂર્ણ સ્વાગતની વચ્ચે ૯૬ વર્ષઇય ક્વિન એલિઝાબેથે તેમનો પ્લેટિનિયમ જુબલી સમારંભ એન્જાેય કર્યો. આ સમયે ડેમ હેલેન મિરેન, ટોમ ક્રૂઝ અને કેથરીન જેનકિંસ સહિતનાં કલાકારો શામેલ થયા હતાં. જેમાં કેટલાંક ભારતીય કલાકારો પણ હતાં આ તમામે આ સમારંભમાં પરફોર્મન્સ આપ્યું હતું. જેમાં એક ગુજરાતી ફોક સિંગર પ્રીતિ વારસાની પણ હતી.

Pritee-Varsani-Performed-Indian-Garba.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *