Maharashtra

તાપસીની ‘શાબાશ મિઠ્ઠુ’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ
‘શાબાશ મિઠ્ઠુ’ આવતા મહિને ૧૫ જુલાઈના રોજ સિલ્વર સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. આજે મેકર્સે ‘શાબાશ મિઠ્ઠુ’નું શાનદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં બોલિવૂડ સ્ટાર તાપસી પન્નુ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની ભૂમિકા નિભાવતી જાેવા મળી રહી છે. ટ્રેલરની શરૂઆત ક્રિકેટ ગ્રાઉન્ડ પર મિતાલી રાજના ચોગ્ગા અને છગ્ગાથી થાય છે.તાપસીએ તેના સોશિયલ હેન્ડલ પર ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મનું ટ્રેલર શેર કરતા તાપસી પન્નુએ કેપ્શનમાં લખ્યું, ‘તમે નામ જાણો છો, હવે મિતાલીને લિજેન્ડ બનાવવા પાછળની વાર્તા જાેવા માટે તૈયાર થઈ જાઓ. “ધ જેન્ટલમેન ગેમ” ને પુનઃવ્યાખ્યાયિત કરનાર મહિલાની વાર્તા તમારી સમક્ષ લાવવા માટે હું સન્માનિત છું. શાબાશ મિઠ્ઠુ ૧૫ જુલાઇ. હવે ટ્રેલરની વાત કરીએ તો ૨ મિનિટ અને ૨૪ સેકન્ડના આ વીડિયોમાં મિતાલી રાજની બાળપણથી લઈને ૨૩ વર્ષ સુધીની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ શાનદાર રીતે બતાવવામાં આવી છે. આ સિવાય ટ્રેલરમાં ઘણા ઈમોશનલ સીન્સ પણ જાેઈ શકાય છે. આ ટ્રેલર જાેયા પછી, તમે નિઃશંકપણે કહેશો કે પુરૂષ પ્રભુત્વવાળી રમતમાં મહિલાઓ માટે પ્રવેશવું ખરેખર મુશ્કેલ હતું. પરંતુ મિતાલીએ તે અશક્યને શક્ય બનાવી દીધું હતું. ટ્રેલરમાં, તાપસીને તેના જુસ્સા માટે પરિવાર, સમાજ સામે મક્કમ ઉભી બતાવવામાં આવી છે. મિતાલી રાજનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૩ વર્ષનું કરિયર છે. તેણે ર્ંડ્ઢૈંમાં ૧૦,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે, ઘણા રેકોર્ડ તોડ્યા છે.આ ફિલ્મમાં મિતાલી રાજના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ, નિષ્ફળતાઓને સારી રીતે બતાવવામાં આવશે. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત વિજય રાજ ??પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ સ્પોર્ટ્‌સ ડ્રામા ફિલ્મનું નિર્દેશન શ્રીજીત મુખર્જીએ કર્યું છે. ફિલ્મની વાર્તા પ્રિયા અવેને લખી છે.

Entertainment-Film-Shabaash-Mithu.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *