Maharashtra

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યું છે

મુંબઈ
વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. આ ફિલ્મની વાર્તા દર્શાવે છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા અને તે સમયે કાશ્મીરી પંડિતોનું શું થયું હતું? આમ, સેન્ટિમેન્ટલ ફેક્ટર અતિશય મજબૂત હોવાથી આ ફિલ્મ ખુબ જ સફળ થઇ રહી છે. વડાપ્રધાન મોદી સહીત અનેક હસ્તીઓ આ ફિલ્મને વખાણી રહ્યા છે. ‘બચ્ચન પાંડે’ ફિલ્મમાં અક્ષય કુમારે નકારાત્મક પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તે અલગ અંદાજમાં જાેવા મળી રહ્યો છે. પરંતુ જાે બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલા નંબર પર જાેવા મળી રહી છે જ્યારે ‘બચ્ચન પાંડે’ બીજા નંબર પર જાેયા મળી રહી છે. ટ્રેડ પંડિતોના મતે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ કોઈ પણ પ્રકારના પ્રમોશન વિના ઈતિહાસ રચ્યો છે. જ્યારે અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ પ્રદર્શનની દૃષ્ટિએ અપેક્ષા કરતા ઓછી રહી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ગત તા. ૧૧/૦૩/૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં તેણે રૂ. ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ભારતભરમાં ૪,૦૦૦ સ્ક્રીન્સ પર પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં, ગુરુવારે ૭.૨૦ કરોડ સાથે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ થિયેટરોમાં બે અઠવાડિયાની સફર પૂર્ણ કરી છે અને આ ફિલ્મનું ૧૪ દિવસનું નેટ કલેક્શન હવે રૂ. ૨૦૭.૩૩ કરોડ સુધી પહોંચી ગયું છે. જાેકે, બુધવારની સરખામણીમાં ગુરુવારે ફિલ્મના કલેક્શનમાં ૩૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ધીમી ગતિએ આગળ વધી રહી છે. આ ફિલ્મે તેના રિલીઝ થયાના પ્રથમ સપ્તાહમાં લગભગ રૂ. ૩૭ કરોડની કમાણી કરી હતી, જે ફિલ્મ નિષ્ણાતોના અનુમાન મુજબ રૂ. ૧૫ કરોડથી ઓછી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને પાટા પરથી ઉતારવાનું કામ કર્યું છે. અક્ષયની ફિલ્મો જે રીતે વારંવાર ચાલે છે તે પ્રમાણે આ ફિલ્મ થિયેટરમાં ચાલી શકતી નથી. એક રીતે કહી શકાય કે અક્ષયની આ ફિલ્મ ફ્લોપ તરફ આગળ વધી રહી છે. જાે કે, હવે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહી છે.અક્ષય કુમાર પાસે હજુ ઘણી ફિલ્મો આવવાની બાકી છે. તે આ દિવસોમાં તેની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે જ સમયે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા પછી અનુપમ ખેર પણ ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં જાેવા મળવાના છે.

The-Kashmir-Files-bachchan-Panday.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *