Maharashtra

ન્યૂડ ફોટોશૂટને લીધી રણવીરસિંહ પર મુંબઈની મહિલાએ ફરિયાદ નોંધાવી

મુંબઈ
બોલીવુડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ રણવીર સિંહ દ્વારા કરાવવામાં આવેલા ન્યૂડ ફોટોશૂટને કારણે કરવામાં આવી છે. ફરિયાદી મહિલા છે. મહિલાએ મુંબઈ પોલીસને કરેલી અરજીમાં કહ્યું કે રણવીર સિંહના નગ્ન ફોટોશૂટથી મહિલાઓની ભાવનાઓ દુભાઈ છે અને ગરિમાને ઠેંસ પહોંચી છે. મુંબઈ પોલીસ પાસે માંગ કરવામાં આવી છે કે રણવીર સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. મુંબઈ પોલીસને એક અરજી આપી અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર નગ્ન તસવીરો દ્વારા મહિલાઓની ભાવનાને ઠેંસ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. મુંબઈના ઉપનગરોમાં સ્થિત એક બિન-સરકારી સંસ્થાના પદાધિકારીએ ફરિયાદ અરજી ચેંબૂર પોલીસ સ્ટેશનમાં આપી છે. પોલીસના અધિકારીએ જણાવ્યું કે અરજીકર્તાએ કહ્યું કે અભિનેતાએ પોતાની તસવીરોથી મહિલાઓની ભાવનાને ઠેંસ પહોંચાડી અને તેની ગરિમાનું અપમાન કર્યું છે. ફરિયાદીએ અભિનેતા વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું- અમને એનજીઓ સાથે જાેડાયેલી એક વ્યક્તિની અરજી મળી. હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. અમે તપાસ કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે બોલીવુડ એક્ટર રણવીર સિંહે કેટલાક દિવસ પહેલા ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની તસવીર ખુબ વાયરલ થઈ હતી. રણવીર સિંહે એક મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ રણવીર સિંહે કહ્યું હતું કે તે આ પ્રકારના ફોટોશૂટ માટે સહજ છે અને બધાની સામે કપડા વગર આવી શકે છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *