Maharashtra

મારી જરૂરિયાતો જ મારી પ્રાથમિકતા ઃ સાન્યા મલ્હોત્રા

મુંબઈ
દંગલ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા તેની ઉત્તમ અભિનય ક્ષમતા અને તેની સોશિયલ મીડિયા એક્ટિવિટીને લોકોને કારણે લોકોને આકર્ષવામાં ક્યારેય નિષ્ફળ રહી નથી. તે પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે જ આત્મવિશ્વાસથી ભરેલું સશક્ત વ્યક્તિત્વ પણ ધરાવે છે. જે તેના મનની વાતો શેર કરવામાં ખચકાતી નથી, તેણે તાજેતરમાં ટિ્‌વક ઈન્ડિયા સાથે તેની ફિટનેસ રૂટિન, સેલ્ફ એક્સેપટન્સ અને સેલ્ફ લવના મહત્વ વિશે ચર્ચા કરી હતી. સાન્યાએ ૩૦ વર્ષની થવાનો તેનો ઉત્સાહ શેર કરતાં કહ્યું કે, આ ઉંમરે વ્યક્તિને પોતાના વિશે તેમજ પોતાની પસંદ – નાપસંદ અને સંબંધો કેવા બનવા માંગે છે? તે અંગેની સ્પષ્ટતા મળે છે. વધુમાં સાન્યાએ પોતાના જાતને સ્વીકારવાના મહત્વ વિશે વાત કરી હતી અને તેણે કેવી રીતે તેના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું? તે અંગે પણ જણાવ્યુ હતું. તેણે ટ્‌વીક ઇન્ડિયાને કહ્યું હતું કે, જીવનમાં એવો સમય હોય છે જ્યારે તમે અન્ય લોકો માટે તમારી જાતને બદલો છો. પરંતુ હવે હું મારી જરૂરિયાતોને પ્રથમ રાખું છું. બીજાઓ માટે જેટલો દયાળુ બનો છો તેટલા જ પોતાના માટે પણ બનો. તમારે તે કરુણા અને આત્મ-પ્રેમ કેળવવો જાેઈએ. સેલ્ફ એક્સેપટન્સ વિશે વાત કરતાં, સાન્યા એ કહ્યું કે, તેને તેના શરીર અને દેખાવને સ્વીકારવામાં સમય લાગ્યો હતો. જાે કે, તે હવે તેના શરીર બાબતે તે સંપૂર્ણપણે ખુશ છે. તેણીએ વધુમાં કહ્યું કે, કોઈ વ્યક્તિ તેમના જીવનનો આનંદ માણવા માટે એક પરફેક્ટ કાયા બનવાની રાહ જાેઈ શકતા નથી. હું બિકીની પહેરવા માટે સુડોળ શરીર બનવાની રાહ જાેઈ શકતી નથી. હું તો બિકીની પહેરીશ. તેણીએ શરીરમાં આખા મહિના દરમિયાન થતાં બદલાવ અને પિરિયડ્‌સ દરમિયાન શરીર ફૂલી જતું હોવાની સમસ્યા વિષે પણ વાત કરી હતી. સાન્યાએ કહ્યું હતું કે, તમારા શરીર માટે તમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી, સાન્યાએ ઉમેર્યું હતું કે જાે તમને ખીલ થતા હોય,તો તેને છુપાવવાની જરૂર નથી.

Page-54.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *