Maharashtra

મિલિંદ સોમે ટ્‌વીટ કરી લખ્યું – ટ્રોલ્સ એક સારી ફિલ્મ નથી રોકી શકતા

મુંબઈ
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ૧૧ ઓગ્સ્ટે રિલીઝ માટે તૈયાર છે. રિલીઝ પહેલા જ આમિરની ફિલ્મ વિવાદમાં ફસાય ગઈ છે. સોશિયલ મીડિયા પર સતત ફિલ્મને બાયકોટની માગણી કરવામાં આવી છે. જેને લઈ આમિર ખાને લોકોને ફિલ્મ જાેવા માટે અપીલ પણ કરી હતી. હવે ‘લાલ સિંહ ચઢ્ઢા’ ને બાયકોટની માગ પર એક્ટર મિલિંદ સોમન આમિર ખાનના સપોર્ટમાં આવ્યો છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસથી લાલ સિંહ ચઢ્ઢાને બાયકોટ કરવાની માગથી આમિર ખાન પરેશાન થઈ ગયો છે. એટલું જ નહીં આમિરે જાતે લોકોને ફિલ્મને બાયકોટ ન કરવાની અપીલ કરતા ફિલ્મ જાેવા માટે કહ્યું હતું. જેના પછી આમિર ખાનને એક એક કરી ઈન્ડસ્ટ્રીના લોકોનો સપોર્ટ મળવાનું શરૂ થઈ ગયું છે. હવે આ સમગ્ર વિવાદ પર અભિનેતા મિલિંદ સોમને ટિ્‌વટર પર એક ટિ્‌વટ કરી છે. મિલિંદે પોતાની આ ટ્‌વીટમાં લખ્યું છે- ટ્રોલ્સ એક સારી ફિલ્મ નથી રોકી શકતા…ભલે એક્ટરે આમિર ખાનનું નામ ન લીધું હોય પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે તે અત્યારે સૌથી વધારે ટ્રોલિંગનો સામનો કરી રહેલા આમિર ખાનને લઈને ટિ્‌વટ કરી છે. જાે કે મિલિંદને આમિરને લઈને ટિ્‌વટ કરવાનું ભારે પડ્યું કેમ કે યુઝર્સ હવે તેને નિશાના પર લઈ રહ્યા છે. ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયાએ પણ સંયમ રાખવાની વિનંતી કરતી ટિ્‌વટ શેર કરી છે, ફિલ્મને ટ્રોલ કરવી ખોટી છે. કેમ કે આ ફિલ્મ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. લાલ સિંહ ચઢ્ઢાને લઈને કેટલાક યુઝર્સ આમિરના જૂના નિવેદન અને અસહિષ્ણુતાવાળા નિવેદનને જાેતા તેની ફિલ્મને બાયકોટ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના પછી સોશિયલ મીડિયા પર ઈંમ્ટ્ઠઅર્ષ્ઠંંન્ટ્ઠટ્ઠઙ્મજીૈહખ્તરઝ્રરટ્ઠઙ્ઘઙ્ઘરટ્ઠ ટ્રેન્ડ થવા લાગ્યું. ફિલ્મના બહિષ્કારને લઈને આમિર ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘણા લોકો કહી રહ્યા છે કે મને ભારત પસંદ નથી, પરંતુ આવું બિલકુલ નથી. હું વાસ્તવમાં મારા દેશને ઘણો પ્રેમ કરું છું. કૃપા કરીને મારી ફિલ્મોનો બહિષ્કાર ન કરો, મારી ફિલ્મો જુઓ…

File-01-Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *