Maharashtra

મુંબઈમાં યુએઈથી આવનારા પ્રવાસીઓને હવે કોઈ ખાસ એસઓપી લાગુ નહીં થાય

મુંબઈ
દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાત થી આવતા મુસાફરો માટે હવેથી કોઈ ખાસ એસોપી લાગુ નહીં થાય. જાેખમ ધરાવતા દેશો સિવાયના દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લાગુ પડતી માર્ગદર્શિકા જ હવેથી સંયુક્ત આરબ અમીરાતથી આવતા પ્રવાસીઓને પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાતથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને આરટી-પીસીઆર ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ નિયમ ૧૭ જાન્યુઆરીની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યુ હતુ કે, જાે કોરોના સંક્રમણ ઘટવાનુ વલણ ચાલુ રહેશે તો રાજ્ય સરકાર આગામી ૧૦-૧૫ દિવસ પછી શાળાઓ ફરીથી ખોલવાનું વિચારશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શાળાઓ ફરીથી ખોલવાની માગ ઉઠી રહી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, અમે ૧૦-૧૫ દિવસ પછી શાળાઓ ખોલવા અંગેવિચાર કરીશું કારણ કે બાળકોમાં સંક્રમણનો દર ખુબ ઓછો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૧ હજાર ૩૨૭ નવા કેસ નોંધાયા છે. જાે કે એક જ દિવસમાં ૪૦ હજાર ૩૮૬ લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ સિવાય રવિવારે કોરોનાને કારણે ૨૯ લોકોના મોત પણ થયા છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો દરરોજ ચાલીસ હજારને પાર કરી રહ્યો છે.મુંબઈમાં ઘણા દિવસો બાદ કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ હજારથી ઓછા કેસ નોંધાતા બીએમસીએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે એક દિવસમાં ૧૧ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જાે છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો જાેવા મળી રહ્યો હતો. ત્યારે હાલ લાંબા સમય બાદ કોરોના કેસમાં આંશિક રાહત જાેવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૫૭,૫૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૦ હજારથી ઓછા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે રિકવરી રેટ સુધરીને ૯૨% પર પહોંચી ગયો છે. આ સાથે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાત મુંબઈ આવનારા મુસાફરો માટે નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.

Mumbai-Corona-Case-Travellers-UAE.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *