Maharashtra

શાહિદ કપૂરે યશ અને કિયારાના વખાણ કર્યા

મુંબઈ
શાહિદ કપૂરને હજુ પણ તેની ફિલ્મ ‘કબીર સિંહ’ માટે યાદ કરવામાં આવે છે. શાહિદ કપૂરે ‘ઉડતા પંજાબ’ બાદ, આ ફિલ્મથી શાનદાર કમબેક કર્યું હતું પરંતુ તેની બેક-ટુ-બેક સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક ફ્લોપ રહી હતી. શાહિદની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘જર્સી’ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી. શાહિદે રિસન્ટલી, કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં હિસ્સો લીધો હતો અને આ સમય દરમિયાન તેણે સુપરસ્ટાર યશ અને કિયારા અડવાણીના વખાણ કર્યા હતા. રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ દ્વારા બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ વિશે પૂછાયેલ સવાલમાં કિયારા અને યશનું નામ લીધું હતું. આ સાથે શાહિદે કહ્યું હતું કે, આપણે અનેક એક્ટર્સ વિશે ચર્ચા કરી શકીએ છીએ પણ જે રીતે દ્ભય્હ્લ ચેપ્ટર ૨માં યશે રોકીભાઈનું પાત્ર નિભાવ્યું છે તે જાેઈને હું આશ્ચર્ય ચકિત હતો. તેણે શાનદાર અભિનય કર્યો છે. આ ઉપરાંત, કિયારા અત્યારે ટોપ હિરોઈન છે તેની અદાકારી અને સ્ક્રિન પ્રેઝન્સ ગઝબ છે અને તે હજુ પણ ખૂબ આગળ વધશે તેનો મને વિશ્વાસ છે. છેલ્લા બે દાયકામાં શાહિદે ચોકલેટી હિરોથી લઈને વર્સેટાઈલ એક્ટર સુધીની સફર ખેડી છે. થોડા સમય પહેલા શાહિદનો બાઈક રાઈડ પ્રત્યેનો પ્રેમ પણ સામે આવ્યો છે. બે મહિના અગાઉ, તેણે તેના ભાઈ ઈશાન ખટ્ટર, કૃણાલ ખેમુ અને અન્ય મિત્રો સાથે યુરોપની ટ્રીપ કરી હતી. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, શાહિદે રિસન્ટલી, રૂપિયા ૧૨ લાખનું ડુકાટી સ્પોર્ટ્‌સ બાઈક પણ ખરીદ્યું છે. શાહિદના આગામીનો આગામી ફિલ્મ પ્રોજેક્ટ ‘બ્લડી ડેડી’ અને વેબ સિરીઝ ‘ફર્જી’ સામેલ છે.

Page-44.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *