મુંબઈ
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની આગામી ફિલ્મ શકુંતલમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સામંથાએ આ પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં તમે જાેશો કે સામંથા જંગલમાં જાેવા મળી રહી છે અને તેની આસપાસ પ્રાણીઓ અને ઘણા પક્ષીઓ છે. તે એક મોટા પથ્થર પર સફેદ રંગના આઉટફિટમાં જાેવા મળી રહી છે અને સાથે જ તેણે ફ્લોરલ જ્વેલરી પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર અને અલગ દેખાઈ રહી છે. આ પોસ્ટર શેર કરતી વખતે સામંથાએ લખ્યું, ‘શકુન્તલમમાંથી પ્રકૃતિ પ્રેમી શકુંતલાને પ્રસ્તુત કરી રહ્યાં છીએ.’ સામંથાની આ પોસ્ટ પર ચાહકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બધા અભિનેત્રીની સુંદરતા અને અલગ લુકના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નીતા લુલ્લા ડિઝાઈનર છે અને એક વખત સામંથાએ કહ્યું હતું કે, જ્યારે પણ હું કોઈ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરું છું, ત્યારે હું ખૂબ જ નર્વસ થઈ જાઉં છું કે હું તે પાત્રને કેવી રીતે સારી રીતે નિભાવું. શકુંતલમ માટે, હું જાણતી હતી કે તે ખૂબ જ સુંદર હશે ફિલ્મની વાત કરીએ તો તેમાં સામંથાની સાથે દેવ મોહન પણ છે. સમંથા આ ફિલ્મમાં શકુંતલાની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે દેવ મોહન, દુષ્યંતના. અલ્લુ અર્જુનની પુત્રી પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મમાં તે રાજકુમાર ભરતની ભૂમિકા ભજવશે. સામંથાની વાત કરીએ તો તાજેતરમાં જ તે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝના ગીત ઓ અંતવામાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં સામંથાનું એક આઈટમ સોંગ હતું જે ઘણું હિટ થયું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા સામંથાએ પહેલીવાર આઈટમ ડાન્સ કર્યો છે, તે પણ બોલ્ડ આઈટમ ડાન્સ. સામંથા, શકુંતલમ, કાથુ વાકુલા ઉપરાંત રેંદુ કાધલ અને યશોદા ફિલ્મોમાં પણ જાેવા મળશે.


