Maharashtra

ઉર્ફી જાવેદનુ દિલ આવ્યુ બોલિવૂડના આ સુપરસ્ટાર પર કે, “જેમના છોકરાના ઉમરની છે ઉર્ફી”

મુંબઈ
સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની તસવીરોની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તે અવારનવાર તેના અતરંગી કપડામાં તસવીરો શેર કરતી રહે છે, જેના કારણે તે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેણે રંગીન દોરડાથી બિકીની કવર કરી છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ઉર્ફી જાવેદ ક્યારેક તેના વિચિત્ર આઉટફિટ્‌સ માટે તો ક્યારેક તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ, તેની ખાસ વાત એ છે કે તે જે પણ બોલે છે તે ખુલ્લેઆમ કહે છે. પરંતુ, આ વખતે ઉર્ફી જાવેદે પોતાના દિલની વાત કહી છે. હા, તેમાં નવાઈની વાત નહી, ઉર્ફી જાવેદનું દિલ બોલીવુડની મોટી સેલિબ્રિટી પર છે. હવે તમે બધા વિચારતા હશો કે આખરે ઉર્ફી જાવેદનું દિલ તેના પર આવી ગયું. તમને જણાવી દઈએ કે આ સેલિબ્રિટીની આખી દુનિયા દીવાના છે. હા, તે બીજું કોઈ નહીં પણ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન છે. ઉર્ફી જાવેદે તેના સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શાહરૂખ ખાનની એક તસવીર શેર કરી છે. પોસ્ટ શેર કરતા તેણે લખ્યું- ‘આર્યન ખાન બરાબર મારી ઉંમરનો છે પરંતુ મને તેના પિતા પ્રત્યે ક્રશ છે. ઉર્ફીએ ખૂબ જ શાનદાર રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. ઉર્ફીની આ અદ્દભુત સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે. જાે કે શાહરૂખ ખાન તરફથી હજુ સુધી તેની પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.

urfi-javed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *