ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જે.પી.મેવાડા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., છોટાઉદેપુરનાઓ તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોન બોસ્કો સ્કુલ સામે હાઇવે રોડ પર ગાંજાની હેર ફેરને અટકાવવા માટે વાહન ચેકીંગમાં હતા અને વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન ટાટા કંપનીનો ૪૦૭ ટેમ્પા નંબર GJ 17 x 8345 નો ચાલક (આરોપી) (દેસીંગભાઇ ગમજીભાઇ રાઠવા ઉ.વ.૪૮ રહે. ટ્રુડવા પટેલ ફળિયુ તા.જી. છોટાઉદેપુર વાળો મળી આવતા તેઓની પુપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ના હોય, અને ટેમ્પો ડ્રાઇવર કાંઇક છુપાવી રહેલ હોવાનુ જણાતા અને તેઓ ઉપર શંકા જતા ટેમ્પો ચેક કરતા અંદરથી કશુ જ મળી આવેલ નહિ જેથી ટેમ્પાની ઝીણવટભરી રીતે તપાસ કરતા ટેમ્પાની નીચે ચેચીસના ભાગે ચોર ખાનુ બનાવેલ જોવામા આવેલ જેની અંદર તપાસ કરતા મજકુર ટેમ્પો ડ્રાઇવરએ પોતાના કબ્જા ભોગવટાના ટેમ્પામા વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂનો જથ્થો ભરેલ હોય જે બહાર કાઢી ગણી જોતા કુલ બોટલો નંગ- ૧૧૯૭ કિ રૂ ૩,૨૫,૯૨૦/- નો મુદામાલ ભરી હેરા ફેરી કરી લઇ જતા મળી આવતા ટાટા ૪૦૭ ટેમ્પા નંબર GJ 17 X 8345 જેની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/ તથા (૧) કાળા કલરનો લાવા કંપનીનો મોબાઇલ કિં રૂ. ૫૦૦/- તથા (૨) લાલ કલરનો લાવા કંપનીનો મોબાઇલ કિં રૂ. ૫૦૦/- જેટલી ગણી કુલ મુદામાલ રૂા. ૬,૨૬,૯૨૦/- ના સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ તથા તપાસમા મળી આવે તેઓ વિરુધ્ધ કાયદેસર થવા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર,ન, ૧૧૧૮૪૦૦૨૨૨૦૫૭૨૪૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ.ઇ, ૯૮(૨),૮૧,૮૩,૧૧૬ બી.મુજબ નો ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


