Maharashtra

કટકમાં રમાયેલી મેચમાં પણ ભારતની હાર ઃ દ.આફ્રિકા વિજયી

મુંબઈ
કટકમાં રમાયેલી ્‌૨૦ શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ૪ વિકેટે જીત મેળવી હતી. ભારતની આ સતત બીજી હાર છે. આ પહેલાં ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કટકમાં રમાયેલી બીજી ્‌૨૦માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ૧૪૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે ૫ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે હેનરિક ક્લાસને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે ૪૬ બોલમાં ૮૧ રન બનાવ્યા હતા અને બાજી પલટી દીધી હતી. ભારતે આપેલા ૧૪૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાએ ૨૯ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા હેનરિક ક્લાસને મેચનું પરીણામ બદલી નાખ્યું. તેણે ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૮૧ રન બનાવ્યા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી

South-African-cricketer-Henrik-Klaas.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *