Maharashtra

‘જવાન’માં કેમિયો માટે વિજય થલપતિ ફી નહીં લે

મુંબઈ
૨૦૧૮ના વર્ષમાં ઝીરોના ધબડકા બાદ શાહરૂખે લાંબા સમય સુધી બ્રેક લીધો હતો. ચાર વર્ષ પછી તેમણે શૂટિંગ ફરી શરૂ કર્યું છે ને ૨૦૨૩ના વર્ષમાં તેમની ત્રણ મોટી ફિલ્મો રિલિઝ થઈ રહી છે. કિંગની સ્ટાઈલથી શાહરૂખ મોટા પડદે એન્ટ્રી કરી રહ્યા છે. તેમની ત્રણ ફિલ્મમાંથી એક ફિલ્મ જવાનને સાઉથના ડાયરેક્ટર એટલી બનાવી રહ્યા છે. એટલીના માનીતા એક્ટર વિજય થલપતિ છે અને તેના કારણે વિજય તથા શાહરૂખ વચ્ચે પણ સારા રિલેશન છે. શાહરૂખની ફિલ્મ જવાનમાં વિજયનો કેમિયો છે. રિપોર્ટ્‌સ મુજબ, વિજયે ફી લીધા વગર શાહરૂખની ફિલ્મમાં રોલ કર્યો છે. સાઉથના ડાયરેક્ટર એટલી અને વિજયે ભેગા મળીને અગાઉ બિગિલ અને થેરી જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ અને એટલી સાથેની મિત્રતાના કારણે વિજય થલપતિ જવાનમાં કેમિયો કરવાના છે. જવાનનું ટીઝર થોડા સમય પહેલાં રિલિઝ થયું હતું, જેમાં શાહરૂખ એક્શન અંદાજમાં જાેવા મળે છે. જવાનમાં શાહરૂખની સાથે સાઉથની એક્ટ્રેસ નયનતારા અને વિજય સેતુપતિનો લીડ રોલ છે. ફિલ્મમાં થલપતિનું કેરેક્ટર નાનું છે. શાહરૂખ ખાન અને વિજય થલપતિ ૨૪ દિવસ ચેન્નાઈમાં ફિલ્મનું શૂટિંગ કરવાના છે, જે સપ્ટેમ્બર મહિનામાં પ્લાન થયું છે. થલપતિ પણ તે જ શીડ્યુલમાં શૂટિંગ કરે તેવી શક્યતા છે.

File-01-Page-28-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *