Maharashtra

ટેસ્ટ મેચોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે ઃ આઇસીસી ચીફે વ્યક્ત કરી ચિંતા

મુંબઈ
આવનારા ૧૦-૧૫ વર્ષમાં આપણે જાેઈશું કે ટેસ્ટ ક્રિકેટ પણ તેનાથી પ્રભાવિત થશે અને અમને ઓછી ટેસ્ટ મેચ જાેવા મળશે. વાઇટ બોલ ક્રિકેટ અને ટી૨૦ ક્રિકેટ જ ભવિષ્ય છે, દરેક દેશ આ દિશામાં આગળ વધી રહ્યા છે. આ તરફ ચાહકોનો ઝુકાવ છે અને બ્રોડકાસ્ટર્સનું ધ્યાન પણ અહીં છે, કારણ કે અહીંથી પૈસા આવી રહ્યા છે.ટેસ્ટ મેચના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આઇસીસી ચીફ ગ્રેગ બાર્કલેએ નિવેદન આપ્યું છે કે આગામી દિવસોમાં ટેસ્ટ મેચોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ગ્રેગ બાર્કલેએ એક ઈવેન્ટમાં નિવેદન આપ્યું હતું કે, દરેક દેશમાં સ્થાનિક લીગની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે દ્વિપક્ષીય ક્રિકેટ પર ઘણી અસર પડશે અને અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે વસ્તુઓને કેવી રીતે સંતુલિત કરી શકાય. તેમનું કહેવું છે કે જાે આવું થશે તો તેની મોટી અસર પડશે. કારણ કે જે ક્રિકેટ રાષ્ટ્રને દ્વિપક્ષીય શ્રેણીના કારણે થોડા પૈસા મળે છે તે હવે કોઈ મદદ મેળવી શકશે નહીં. ઉપરાંત, આવી ટીમો મોટા દેશો સામે રમી શકશે નહીં, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

Sport-ICC-chief-Greg-Barclays.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *