Maharashtra

ભારતે બીજી ટેસ્ટ ૨૩૮ રનથી જીતી સિરિઝ કબજે કરી

મુંબઈ
ભારતે મેચના બીજા દિવસે જ શ્રીલંકાને મેચમાંથી બહાર ફેંકી દીધું હતું. શરૂઆતમાં, શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ માત્ર ૧૦૯ રનમાં સમેટાઈ ગઈ હતી અને ૧૪૪ રનની લીડ મેળવી હતી. ત્યાર બાદ આ મેચમાં રિષભ પંતના રેકોર્ડ સૌથી ઝડપી અડધી સદી અને શ્રેયસ અય્યરની બીજી અડધી સદીના આધારે ભારતે ૩૦૩ રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી અને શ્રીલંકાને ૪૪૭ રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ જાેરદાર સંઘર્ષ દર્શાવ્યો હતો, પરંતુ આટલા મોટા ટાર્ગેટ સામે તે હજુ પણ અપૂરતું હતું.ઓડીઆઈ, ટી૨૦ બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર શરૂઆત થઈ છે. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં જ શ્રીલંકાને હરાવ્યું હતું. બેંગ્લોર ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે શ્રીલંકાને ૨૩૮ રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. બીજી તરફ શ્રીલંકાના સુકાની દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ ૪૪૭ રનના લક્ષ્યાંકને હાંસલ કરવો આ ટીમ માટે ક્યારેય શક્ય ન હતું. જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને શ્રીલંકાના સુકાની સહિત સમગ્ર ટીમના સંઘર્ષને તોડી નાખ્યો અને બીજી ઇનિંગમાં માત્ર ૨૦૮ રનમાં જ આઉટ કરીને શ્રેણી જીતી લીધી. ભારતે ૨૮ વર્ષ બાદ શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું છે.

India-vs-Sri-Lanka-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *