Maharashtra

મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ તેના પુત્રનું નામ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી રાખ્યું

મુંબઈ
કિસાન પરિવારમાં જન્મેલા દત્તાત્રય ચૌધરી બાળપણ ખુબ મુશ્કેલી ભર્યુ હતું. ક્યારેક દુકાળ તો પૂરથી પાક નિષ્ફળ જતો હતો અને બે વખતના ભોજનની પણ મુશ્કેલી હતી. ગરીબીમાં પણ દત્તાત્રય ચૌધરીએ પોતાના સપનાને મરવા દીધા નહીં અને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. હવે તેની ઈચ્છા છે કે તેના બંને પુત્રો પણ ભણીને આગળ વધે અને પોતાનું નામ સાર્થક કરતા કોઈ દિવસ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના ચિંચોલી ગામમાં રહેતા દત્તાત્રય ચૌધરીએ પોતાના પુત્રનું નામ પંતપ્રધાન રાખ્યુ છે, પરંતુ આ નામ મેળવવા માટે તેણે ત્રણ મહિના સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડ્યા. શરૂઆતમાં તો તે કહીને ના પાડી દેવામાં આવી કે પંતપ્રધાન નામ ન આપી શકાય કારણ કે આ એક બંધારણીય પદ હોય છે. દત્તાત્રય ચૌધરીએ પણ હાર ન માની અને પોતાના પુત્ર માટે પંતપ્રધાન નામ લઈને માન્યા હતા. દત્તાત્રય ચૌધરીએ આ પહેલા વર્ષ ૨૦૨૦માં જન્મેલા પોતાના મોટા પુત્રનું નામ રાષ્ટ્રપતિ રાખ્યુ હતું. જ્યારે તેને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો તો નામ રાખ્યુ પંતપ્રધાન. દત્તાત્રય ચૌધરીનું કહેવુ છે કે પંતપ્રધાન અને રાષ્ટ્રપતિ નામ રાખવાની પાછળ તેનો વિચાર છે કે તેના બાળકોને પ્રેરણા મળશે અને તેમનું સપનું છે કે કોઈ દિવસ તે મોટા બંધારણીય પદ સુધી પહોંચે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રીએ પોતાનું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે ત્રણ મહિના સુધી મહેનત કરવી પડી. પરંતુ આ પ્રધાનમંત્રી દિલ્હીમાં નહીં પરંતુ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં રહે છે. હકીકતમાં આ પ્રધાનમંત્રી એક કિસાનના પુત્રનું નામ છે. આ કિસાને પોતાના બીજા પુત્રનું નામ રાષ્ટ્રપતિ રાખ્યુ છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી જન્મ પ્રમાણપત્ર પર બાળકનું નામ પંતપ્રધાન લખ્યુ છે. પંતપ્રધાનને મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *