Maharashtra

મિચેલ સ્ટાર્ક આઇપીએલની હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

મુંબઈ
મિચેલ સ્ટાર્કે જણાવ્યું હતું કે હું બાયો-બબલમાં વધુ ૨૨ સપ્તાહ ગાળવા માંગતો નથી અને આ કારણથી હું બીસીસીઆઇની લીગમાંથી ખસી ગયો છું. હરાજીમાં સામેલ થવા માટે હું માત્ર એક ક્લિક દૂર હતો પરંતુ હું વ્યક્તિગત રીતે વધુ ૨૨ સપ્તાહ બાયો-બબલમાં ગાળવા માગતો નથી. આઇપીએલમાં પાછા જવા માટે પણ એક એવો પણ સમય આવશે પરંતુ અત્યારે તો હું ઓસ્ટ્રેલિયા માટે શક્ય બને તેટલું વધારે રમવા માગું છું. આ એક એવો ર્નિણય છે જે કેટલાક સમય માટે લીધો છે. ઓસ્ટ્રેલિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીતનાર સ્ટાર્કે જણાવ્યું હતું કે કેટલાક સમય પહેલાં હું ક્રિકેટને છોડી દેવાના આરે પહોંચી ગયો હતો. હું મારા લેવલના સ્તરનું પ્રદર્શન કરી શકતો નહોતો અને પેસ બોલર તરીકે હું વિકેટો પણ હાંસલ કરી શકતો નહોતો. મેદાન બહાર માટે પિતા કેન્સરની બીમારીનો ભોગ બન્યા હતા જેમને મેં કેટલાક સમય બાદ ગુમાવી દીધા હતા. આ બાબતની પણ મારા ઉપર માનસિક રીતે અસર થઈ હતી. ગયું વર્ષ મેદાનની બહાર તથા અંદર મારા માટે કપરું રહ્યું હતું.

Australian-pace-bowler-Mitchell-Starc.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *