Maharashtra

મુંબઈ હાઇકોર્ટનો મોટો ર્નિણય, છૂટાછેડા પહેલા પતિનું ઘર છોડનાર પત્નીનો ઘર પર અધિકાર નહીં

મુંબઇ
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે છૂટાછેડા લીધેલા દંપતીના કેસની સુનાવણી દરમિયાન મોટો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જે મહિલાએ છૂટાછેડા લેતા પહેલા પોતાનું વૈવાહિક ઘર એટલે કે પતિનું ઘર છોડી દીધું હોય, તે તે ઘર પર અધિકારનો દાવો કરી શકે નહીં. જસ્ટિસ સંદીપ કુમાર મોરેની કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ભલે કોર્ટમાં છૂટાછેડા માટેની અપીલ પેન્ડિંગ હોય તો પણ પત્ની ઘર પર અધિકાર જમાવી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમની કલમ ૧૭ રહેઠાણનો અધિકાર આપે છે, પરંતુ જાે છૂટાછેડા પહેલા મહિલા તે ઘરમાં રહેતી હોય તો જ તેને અમલી બનાવી શકાય છે, પરંતુ છૂટાછેડા લીધેલી સ્ત્રીને ઘરમાં કોઈ અધિકાર મળવાપાત્ર થતો નથી. હકીકતમાં એક દંપતીએ ૧૦ જૂન ૨૦૧૫ના રોજ લગ્ન કર્યા હતા. પતિનો આરોપ છે કે લગ્ન બાદ પત્ની ઝઘડો કરવા લાગી હતી. પતિ સાથે તેનું વલણ પણ સારું નહોતું. જે બાદ અણબનાવના કારણે પત્નીએ પણ પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું. જાેકે તેના પછી પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મહિલાને તેના પતિને દર મહિને ૨,૦૦૦ રૂપિયા અને ભાડાના મકાન માટે ૧,૫૦૦ રૂપિયાનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી મહિલાએ કોર્ટના આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને સુધારાની માંગ કરી હતી. રિપોર્ટ્‌સ અનુસાર, મહિલાએ કોર્ટમાં સુધારા માટે કરેલી અરજી બાદ કોર્ટે પતિને ઘરમાં રહેવા માટે જગ્યા આપવાનો નિર્દેશ આપ્યો હતો. આના પર સુનાવણી આગળ વધી હતી. મહિલાના પતિએ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંદીપ કુમાર મોરેએ કહ્યું કે મહિલા ઘરનો દાવો કરી શકે છે, પરંતુ મહિલાના લગ્ન જુલાઈ ૨૦૧૮માં જ તૂટી ગયા હતા અને ત્યારથી મહિલાએ પતિનું ઘર છોડી દીધું હતું. મહિલાના હવે છૂટાછેડા થઈ ગયા હોવાથી તે ઘરમાં રહેવાનો દાવો કરી શકતી નથી. મહિલાએ કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિ પર કપટથી છૂટાછેડા લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ દરમિયાન જસ્ટિસ મોરેએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ ૧૭ હાઉસિંગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલમ-૧૭ રહેઠાણનો અધિકાર આપે છે, પરંતુ જાે મહિલા છૂટાછેડા પહેલા તે ઘરમાં રહેતી હોય તો જ. છૂટાછેડા લીધેલી સ્ત્રીને ઘરમાં કોઈ અધિકાર નથી.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *