ક્રૂડ તેલમાં ઉછાળોઃ કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સુધારોઃ રબરમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 145 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 225 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 130 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,66,900 સોદાઓમાં કુલ રૂ.13,365.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 145 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 225 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 130 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 78,392 સોદાઓમાં કુલ રૂ.5,168.65 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,550ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,550 અને નીચામાં રૂ.48,186 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.612 ઘટી રૂ.48,239ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.312 ઘટી રૂ.38,841 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.29 ઘટી રૂ.4,818ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,500 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,500 અને નીચામાં રૂ.62,725 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,210 ઘટી રૂ.62,861 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,150 ઘટી રૂ.63,121 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,160 ઘટી રૂ.63,110 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 12,245 સોદાઓમાં રૂ.2,388.26 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 વધી રૂ.246.90 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.85 વધી રૂ.298ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.751.35 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.14.4 વધી રૂ.1,730.80 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 42,786 સોદાઓમાં કુલ રૂ.2,955.39 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,427ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,588 અને નીચામાં રૂ.6,427 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.192 વધી રૂ.6,570 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.70 વધી રૂ.309.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,138 સોદાઓમાં રૂ.121.88 કરોડનાં કામકાજ થયા હતા. રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,488ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,650 અને નીચામાં રૂ.16,488 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.16,567ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,175ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1175 અને નીચામાં રૂ.1173 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.70 વધી રૂ.1174.70 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4 વધી રૂ.977 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 વધી રૂ.36,490 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,997 સોદાઓમાં રૂ.2,779.59 કરોડનાં 5,753.748 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 62,395 સોદાઓમાં કુલ રૂ.2,389.06 કરોડનાં 377.779 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.341.45 કરોડનાં 13,790 ટન, જસતના વાયદાઓમાં રૂ.399.89 કરોડનાં 13,440 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.759.55 કરોડનાં 10,062.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.827.95 કરોડનાં 4,837.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.59.42 કરોડનાં 3,180 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,546 સોદાઓમાં રૂ.1,297.95 કરોડનાં 19,85,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 29,240 સોદાઓમાં રૂ.1,657.44 કરોડનાં 5,37,50,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 949 સોદાઓમાં રૂ.112.17 કરોડનાં 30525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 133 સોદાઓમાં રૂ.5.44 કરોડનાં 55.8 ટન, રબરના વાયદાઓમાં 42 સોદાઓમાં રૂ.0.75 કરોડનાં 45 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.3.52 કરોડનાં 300 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,774.987 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 471.685 ટન, એલ્યુમિનિયમમાં 18,065 ટન, જસત વાયદામાં 9,060 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 9,685 ટન, નિકલ વાયદામાં 4,495.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,890 ટન, ક્રૂડ તેલમાં 14,28,100 બેરલ અને નેચરલ ગેસમાં 99,11,250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 183150 ગાંસડી, મેન્થા તેલમાં 412.2 ટન, રબરમાં 48 ટન, સીપીઓમાં 33,870 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,939 સોદાઓમાં રૂ.173.51 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 761 સોદાઓમાં રૂ.61.03 કરોડનાં 857 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 873 સોદાઓમાં રૂ.87.42 કરોડનાં 960 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 967 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,326 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,350ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,350 અને નીચામાં 14,205ના સ્તરને સ્પર્શી, 145 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 183 પોઈન્ટ ઘટી 14,226ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,199ના સ્તરે ખૂલી, 225 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 210 પોઈન્ટ વધી 18,309ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,403ના સ્તરે ખૂલી, 130 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 241 પોઈન્ટ વધી 6,527ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 30,400 સોદાઓમાં રૂ.2,557.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.91.35 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.115.07 કરોડ અને બિનલોહ ધાતુઓમાં રૂ.38 લાખનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,253.57 કરોડનાં 34,09,100 બેરલ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.97.47 કરોડનાં 30,33,750 એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
