Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.688 અને ચાંદીમાં રૂ.1,610નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ. 120815 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 162371 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 541 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16 થી 22 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 3,325,701 સોદાઓમાં કુલ રૂ.283,727 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 120814.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 162371.03 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,053,028 સોદાઓમાં કુલ રૂ.55,647.50 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.49,220ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,175 અને નીચામાં રૂ.48,951 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.688 વધી રૂ.50,000ના ભાવે પહોંચ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.214 વધી રૂ.40,036 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.4,982ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,213ના ભાવે ખૂલી, રૂ.561 વધી રૂ.49,955ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,295ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,497 અને નીચામાં રૂ.55,331 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 1610 વધી રૂ.58,027 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 1487 વધી રૂ.58,368 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,465 વધી રૂ.58,444 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 119,821 સોદાઓમાં રૂ.18,213.68 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.65 ઘટી રૂ.196.95 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.1.20 ઘટી રૂ.282ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.75 વધી રૂ.652.35 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 542,841 સોદાઓમાં કુલ રૂ.46,667.70 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,771ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,975 અને નીચામાં રૂ.6,557 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.15 ઘટી રૂ.6,807 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.81.70 ઘટી રૂ.593.60 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 4,066 સોદાઓમાં રૂ.285.69 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.34,350ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.34,530 અને નીચામાં રૂ.32,300 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,000 ઘટી રૂ.32,810ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.60 વધી રૂ.980 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,654.87 કરોડનાં 49,815.463 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.30,992.63 કરોડનાં 5,420.129 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.15,936.34 કરોડનાં 23,486,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.30,731 કરોડનાં 491747500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.214.43 કરોડનાં 65550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.71.26 કરોડનાં 724.68 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,997.897 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 764.828 ટન, ક્રૂડ તેલમાં 571700 બેરલ અને નેચરલ ગેસમાં 11567500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 53850 ગાંસડીના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.541.40 કરોડનાં 7,877 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,614ના સ્તરે ખૂલી, 202 પોઈન્ટ વધી 13,901ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.162,371.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14,437.13 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,025.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73,285.06 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73,611.90 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

એમસીએક્સના વાયદાના ભાવની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ ખૂલી (રૂ.) વધી (રૂ.) ઘટી (રૂ.) બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ  23-09-22 1 યુનિટ 13614 13972 13556 13901 202
ગોલ્ડ-ગિની  30-09-22 8 ગ્રામ 39849 40150 39348 40036 214
ગોલ્ડ-પેટલ  30-09-22 1 ગ્રામ 4937 4996 4902 4982 41
સોનું  05-10-22 10 ગ્રામ 49220 50175 48951 50000 688
સોનું-મિની  04-10-22 10 ગ્રામ 49213 50140 49008 49955 561
ચાંદી  05-12-22 1 કિલો 56295 58497 55331 58027 1610
ચાંદી-માઈક્રો  30-11-22 1 કિલો 56900 58869 56000 58444 1465
ચાંદી-મિની  30-11-22 1 કિલો 56674 58800 55880 58368 1487
એલ્યુમિનિયમ  30-09-22 1 કિલો 200.25 200.75 192.9 196.95 -4.65
જસત  30-09-22 1 કિલો 282.6 284.7 274.5 282.2 -1.2
તાંબુ  30-09-22 1 કિલો 645.9 655.4 635.45 652.35 6.75
નિકલ  31-10-22 1 કિલો 1950 2060 1950 2058.4 150.1
સીસું  30-09-22 1 કિલો 179.6 181.5 175.6 179.95 0.8
ક્રૂડ તેલ  19-10-22 1 બેરલ 6771 6975 6557 6807 -15
નેચરલ ગેસ  27-09-22 1 એમએમબીટીયૂ 662.7 666 588.2 593.6 -81.7
કોટન  31-10-22 1 ગાંસડી 34350 34530 32300 32810 -2000
મેન્થા તેલ  30-09-22 1 કિલો 965.2 986.7 965.2 980 16.6

 

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નિકલ  31-10-22 1 કિલો 2058.4 1908.3 150.1 7.87
નિકલ  30-11-22 1 કિલો 2079 1975 104 5.27
ચાંદી  03-03-23 1 કિલો 59058 57418 1640 2.86
ચાંદી  05-12-22 1 કિલો 58027 56417 1610 2.85
ચાંદી-મિની  30-11-22 1 કિલો 58368 56881 1487 2.61
ચાંદી-માઈક્રો  30-11-22 1 કિલો 58444 56979 1465 2.57
ચાંદી-મિની  28-02-23 1 કિલો 59405 57960 1445 2.49
ચાંદી-માઈક્રો  28-02-23 1 કિલો 59479 58043 1436 2.47
ચાંદી-મિની  28-04-23 1 કિલો 60067 58672 1395 2.38
ચાંદી-માઈક્રો  28-04-23 1 કિલો 60242 58846 1396 2.37

 

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  27-09-22 1 એમએમબીટીયૂ 593.6 675.3 -81.7 -12.1
નેચરલ ગેસ  26-10-22 1 એમએમબીટીયૂ 602.8 680.1 -77.3 -11.37
નેચરલ ગેસ  25-11-22 1 એમએમબીટીયૂ 616.9 690.6 -73.7 -10.67
કોટન  31-10-22 1 ગાંસડી 32810 34810 -2000 -5.75
કોટન  30-11-22 1 ગાંસડી 31530 33380 -1850 -5.54
કોટન  30-12-22 1 ગાંસડી 31450 33170 -1720 -5.19
એલ્યુમિનિયમ  31-10-22 1 કિલો 198.15 203.05 -4.9 -2.41
એલ્યુમિનિયમ  30-09-22 1 કિલો 196.95 201.6 -4.65 -2.31
ગોલ્ડ-ગિની  30-12-22 8 ગ્રામ 40040 40312 -272 -0.67
જસત  31-10-22 1 કિલો 282.2 283.9 -1.7 -0.6

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *