મુંબઈ
‘બેબી ડોલ’ ફેમ સિંગર કનિકા કપૂરના લગ્ન માટે બહુ ઓછા દિવસો બાકી છે.જી હા.. કનિકા અને તેના બોયફ્રેન્ડ ગૌતમે નક્કી કર્યું છે કે તેઓ ૨૦ મેના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તાજેતરમાં, ગૌતમ સાથે કનિકાના સંબંધોને લઈને તે ખુબ હેડલાઈન્સમાં રહી હતી. ત્યારે હાલ કનિકાના લગ્નને લઈને તેના ચાહકો પણ ઉત્સાહિત જાેવા મળી રહ્યા છે. કનિકાના આ બીજા લગ્ન હશે.તમને જણાવી દઈએ કે, કનિકાએ અગાઉ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા, જેઓ પણ દ્ગઇૈં બિઝનેસમેન હતા. તેમને ત્રણ બાળકો છે. પરંતુ ૨૦૧૧ ની આસપાસ, તેમના મતભેદો વધ્યા અને બંનેને લાગ્યું કે તેમના લગ્નને સમાપ્ત કરવું વધુ સારું રહેશે. અને બંનેએ ૨૦૧૨માં છૂટાછેડા લીધા હતા.ઉલ્લેખનીય છે કે, રાજની જેમ ગૌતમ પણ લંડનમાં રહે છે. કનિકા કપૂરે સિંગલ ટ્રેકથી ડેબ્યૂ કર્યું હતું. તે ટ્રેકનું નામ ‘જુગની’ હતું, જે રિમિક્સ કરવામાં આવ્યું હતું. જાે કે, આ સોંગ ઘણું હિટ સાબિત થયું, ત્યારબાદ તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ફિલ્મો માટે એક કરતા વધુ ગીતો ગાયા, જેના માટે તેના ખૂબ વખાણ પણ થયા. આ ફિલ્મોથી કનિકાને બોલિવૂડમાં મશહુર ગાયિકા તરીકેની ઓળખ મળી હતી. આ પછી તે સિંગિંગ રિયાલિટી શોની જજ બની. જાે કે, તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને લાગે છે કે આ અંતરનું સાચું કારણ તેના બીજા લગ્ન છે.ઘણા સમયથીસિંગર કનિકા કપૂર તેના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે તે ટૂંક સમયમાં તેના કથિત બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જાે કે કનિકાના તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ ચોક્કસ સમાચાર છે કે તેણે આ લગ્ન માટે શોપિંગ પણ શરૂ કરી દીધું છે. કનિકા કપૂર પોતાની લવ લાઈફના સમાચાર મીડિયા સમક્ષ લાવવા નથી માંગતી.જાે કે તેના પહેલા લગ્ન અને ત્યારપછીના છૂટાછેડા વિશે બધા જાણતા હતા, પરંતુ હવે જ્યારે તે બીજા લગ્ન કરી રહી છે ત્યારે તે પણ તેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.


